કાશ્મીર પહોંચેલા સલમાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત
કાળિયાર કેસમાં દોષિત ઠરાયા બાદ જામીન પર છૂટેલા અભિનેતા સલમાન ખાન હાલમાં કાશ્મીરમાં છે જ્યાં તેઓ પોતાની આવનારી ફિલ્મ રેસ 3 નું શૂટિંગ કરવા માટે ગયા છે.
કાળિયાર કેસમાં દોષિત ઠરાયા બાદ જામીન પર છૂટેલા અભિનેતા સલમાન ખાન હાલમાં કાશ્મીરમાં છે જ્યાં તેઓ પોતાની આવનારી ફિલ્મ રેસ 3 નું શૂટિંગ કરવા માટે ગયા છે. આ દરમિયાન તેઓ કડક સુરક્ષા વચ્ચે ખુલી જીપમાં ફરતા જોવા મળ્યા. આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ અહીં થવાનું છે. સલમાન ખાન સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો.

સલમાન ખાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત
તમને જણાવી દઈએ કે આ પહેલા સલમાન ખાન, શેરા, ફિલ્મના કો-પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ રાજ્યના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાની આવનારી ફિલ્મ અને તેના શૂટિંગ વિશે જાણકારી આપી હતી.

ખુલ્લી જીપમાં સલમાન ખાન
કાશ્મીર બાદ ફિલ્મનું આખુ યુનિટ સલમાન ખાન સાથે લેહ જશે અને ફિલ્મનો અંતિમ ભાગ ત્યાં જ શૂટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેસ 3 માં સલમાન ખાન ઉપરાંત જેકલિન ફર્નાંડિસ, અનિલ કપૂર, ડેઝી શાહ, બોબી દેઓલ અને સકિબ સલીમ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 જૂન 2018 ઈદના દિવસે રિલીઝ થશે.

મૂળ રૂપે અબૂધાબીમાં શૂટિંગ
આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાત તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મૂળ તો અબુધાબીમાં ફિલ્માવામાં આવી છે. આ બોલીવુડની પાંચમી ફિલ્મ છે જેને આ શહેરમાં ફિલ્માવામાં આવી હોય. આ ફિલ્મ પહેલા બેબી, બેંગ બેંગ, ઢિશૂમ અને ટાઈગર જિંદા હે આ શહેરમાં જ ફિલ્માવામાં આવી છે.












Click it and Unblock the Notifications
