For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કૈફે પતિ વિકી કૌશલ સાથે શેર કર્યા લગ્નના ફોટા અને વીડિયો, માંગ્યા આશીર્વાદ

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા લીક નથી થયા પરંતુ ખુદ કેટરીના કૈફે વિકી કૌશલ સાથે પોતાના લગ્નના યાદગાર અને રોમેન્ટીક ફોટા શેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા લીક નથી થયા પરંતુ ખુદ કેટરીના કૈફે વિકી કૌશલ સાથે પોતાના લગ્નના યાદગાર અને રોમેન્ટીક ફોટા શેર કર્યા છે. કેટે ફોટા શેર કરીને એ વાતનુ એલાન કર્યુ કે તે હવે કેટરીના કૈફ કૌશલ થઈ ગઈ છે. કેટે વિકી સાથે પોતાના ચાર ફોટા શેર કર્યા છે. જેમાં વિકી કૌશલના ગળામાં માળા પહેરાવતો એક ફોટો છે. એકબીજાનો હાથ પકડીને બેઠેલા કેટરીના અને વિકી કૌશલની જોડીને જોઈને લાગી રહ્યુ છે કે આ જોડીને કોઈની નજર ના લાગી જાય.

કેટ અને વિકીની ખુશી

કેટ અને વિકીની ખુશી

ત્રીજા ફોટામાં વિકી કૌશલ અને કેટરીના કૈફ એકબીજાનો હાથ પકડીને સાત ફેરા લેતા દેખાઈ રહ્યા છે. ચોથા ફોટામાં વિકી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વિકી કૌશલ અને કેટરીના કૈફે પોતાના સંબંધને ઘણા સમયથી દુનિયાથી છૂપાવીને રાખ્યો. સાથે જ ફેન્સે બંનેના વરમાળાનો વીડિયો પણ વાયરલ કર્યો છે.

કેટરીના કૈફે ફોટો શેર કરીને લખ્યુ - અમારા દિલમાં માત્ર પ્રેમ

કેટરીના કૈફે ફોટો શેર કરીને લખ્યુ - અમારા દિલમાં માત્ર પ્રેમ

9 ડિસેમ્બરે આલીશાન લગ્ન બાદ છેવટે કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના સંબંધનુ એલાન પતિ-પત્ની તરીકે કરી દીધુ છે. કેટરીના કૈફે વિકી કૌશલ સાથે પોતાના ફોટા શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે અમારા દિલોમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતાછે જે અમને આ ક્ષણ સુધી લઈ આવી છે. આ નવી યાત્રાને એકસાથે શરુ કરીને આપ સહુના પ્રેમ અને આશીર્વાદની કામના કરતા..

વિકી કૌશલે પણ પત્ની કેટરીના કૈફના ફોટા કર્યા શેર

વિકી કૌશલે પણ પત્ની કેટરીના કૈફના ફોટા કર્યા શેર

ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાન ફોર્ટ બરવાડામાં 9 ડિસેમ્બરે સાત ફેરા લાધી. દુલ્હનના લુકમાં કેટરીના કૈફ સંપૂર્ણપણે પંજાબી દુલ્હન દેખાઈ રહી છે. વળી, વિકી કૌશલના ચહેરાની ખુશી સ્પષ્ટ જણાવે છે કે તેમનો આ સંબંધ હવે એક નવા અને મજબૂત સફર તરફ આગળ વધી રહ્યો છે.

બ્રાઈડલ લુકમાં કેટરીના કૈફ સુંદર

બ્રાઈડલ લુકમાં કેટરીના કૈફ સુંદર

બ્રાઈડલ લુકમાં કેટરીના કૈફના ચહેરાનુ સ્મિત તેની જિંદગીના આ સફરને વધુ સુખદ બનાવી રહ્યુ છે. કેટરીના કૈફની જેમ વિકી કૌશલે પણ પોતાની પત્નીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જ્યાં વિકી કોશલે પણ આ બધા ફોટાની જેમ એક ખાસ ફોટો શેર કર્યો છે.

કેટ-વિકીના લગ્નના ફોટા

કેટ-વિકીના લગ્નના ફોટા

જ્યાં તે કેટરીનાના ખભે હાથ મૂકીને તેના તરફ પ્રેમાણ સ્મિત વિખેરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે. વળી, સેલેબ્સે પણ વિકી કૌશલ અને કેટરીના કૈફને તેમના લગ્ન માટે શુભકામનાઓ આપી છે. મીડિયાને આ લગ્નથી દૂર રાખીને વિકી કૌશલ અને કેટરીના કૈફે પરિવાર અને દોસ્તો વચ્ચે આ લગ્ન કર્યા છે. આ સાથે ઈન્ટરનેટ પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નનો જણાવાઈ રહ્યો છે. વન ઈન્ડિયા આ વીડિયો સાચો હોવાની પુષ્ટિ કરતુ નથી. આ વીડિયોમાં વિકી અને કેટરીના સ્પષ્ટ રીતે દેખાતા નથી. ફેન્સે આ વીડિયોને વિકી અને કેટરીનાના લગ્નનો ગણાવ્યો છે.

English summary
Katrina Kaif and vicky Kaushal share wedding photos, Varmala video of marriage also viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X