કેટરીના કૈફે પહેલા કડવા ચોથ પર માંગમાં સિંદૂર, લાલ ચૂડામાં વિકી કૌશલ સાથે શેર કર્યા ફોટા
કેટરીના કૈફ અને વિકી કૌશલે આ વખતે પોતાની પહેલી કડવા ચોથ મનાવી. કડવા ચોથની પૂજા પછી કેટરીના કૈફે પોતાના ફેન્સ માટે પોતાની પહેલી કડવા ચોથના ફોટા શેર કર્યા છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલે આ વખતે પોતાની પહેલી કડવા ચોથ મનાવી. કડવા ચોથની પૂજા પછી કેટરીના કૈફે પોતાના ફેન્સ માટે પોતાની પહેલી કડવા ચોથના ફોટા શેર કર્યા છે. માંગમાં સિંદૂર અને હાથમાં લાલ ચૂડામાં વિકી કૌશલ સાથે કેટરીના કૈફના ફોટા જોઈ સહુ કોઈના હોશ ઉડી ગયા છે. કેટરીના ફોટા શરે કરીને લખ્યુ કે, 'પહેલી કડવા ચોથ'. આ ફોટા જોઈને તેના દોસ્ત અને ફેન્સ તેના પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે.

કેટરીનાની પહેલી કડવા ચોથનો લુક
કેટરીના કૈફે તેની પ્રથમ કડવા ચોથની તમામ તૈયારીઓ કરી અને તે પરંપરાગત પંજાબી વહુની જેમ જ કડવા ચોથની પૂજા કરતી જોવા મળી હતી.

સાસુમા સાથે કરી પૂજા
કેટરીના કૈફ પૂજા બાદ વિકી કૌશલની માતા વીણા કૌશલ અને પિતા શામ કૌશલ સાથે જોવા મળી હતી. આખા પરિવારે સાથે મળીને તહેવારની ઉજવણી કરી હતી.

પહેલી કડવા ચોથ
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ લાંબા સમયથી કેમેરાથી દૂર હતી અને એવુ માનવામાં આવતુ હતુ કે તે પ્રેગ્નેન્ટ છે પરંતુ કેટરીના કૈફ ઘણી વખત આ બધી અફવાઓને નકારી ચૂકી છે.

ચાંદથી પણ સુંદર
તસવીરમાં ચંદ્ર દેખાઈ રહ્યો છે પરંતુ કેટરીના કૈફના આ સુંદર લુકની સામે ચંદ્ર પણ થોડો ફિક્કો લાગે છે.

ડિસેમ્બર 2021માં કર્યા હતા લગ્ન
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા અને આ કેટરીના કૈફની પ્રથમ કડવા ચોથ હતી. હવે ચાહકો તેની પહેલી દિવાળીના ફોટાની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
