કૅટરીના કૈફ બની મોસ્ટ બ્યૂટીફૂલ વુમેન ઓફ ઇન્ડિયા: ફેમિના

Posted By:
Subscribe to Oneindia News

બૉલીવુડની બાર્બી ગર્લ અને સુંદર કૅટરીના કૈફની ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3એ એવી ધમાલ મચાવી કે દરેક જણ નાચવા માટે મજબૂર થઇ ગયા...હવે કૅટરીના કૈફ પોતાની આ ખુશીના જશ્નમાંથી નિકળી શકી નથી તેને ખુશી મનાવવાની વધુ એક તક મળી ગઇ છે.

હવે તમે પૂછશો કે શું છે તે વાત... તો સાંભળો તમારી પસંદીદા કૅટરીના કૈફને ભારતની સૌથી સુંદર મહિલાના ખિતાબથી નવાઝમાં આવી છે. આ ખિતાબ એક ફેમિના મેગેજીન દ્વારા કૅટરીના કૈફને આપવામાં છે. મેગેજીને એક સર્વેના આધારે કૅટરીના કૈફને આ પુસ્કારથી નવાજવામાં આવી છે. અને પોતાની એડિશન ફેબ્રુઆરી 2014 કવર પેજ પર સ્થાન આપ્યું છે.

જે અંગે કૅટરીના કૈફે ખુશી વ્યક્ત કરી છે અને દિલથી ફેમિના મેગેજીન અને વાચકોને ધન્યવાદ આપ્યા છે. કૅટરીના કૈફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સુંદર કહેડાવવું કોને પસંદ ન હોય...સ્પષ્ટ છે કે આ ખિતાબથી હું ઘણી ખુશ છું. આ મારા માટે સુખદ વાત છે. કૅટરીના કૈફને ફેમિનાએ બીજીવાર આ ટાઇટલથી નવાજી છે.

katrina-kaif

તમને જણાવી દઇએ કે કૅટરીના કૈફની આ સુંદરતાના માયાજાળમાં આવીને જ થોડા દિવસો પહેલાં કૅટરીના કૈફને લૉરિયલ પેરિસની નવી મોડલ તરીકે પસંદ કરવામાં આવી હતી. જેના પર ખુશી વ્યક્ત કરતાં કૅટરીના કૈફે કહ્યું હતું કે તેમના માટે એકદમ સન્માનજનક વાત છે કે તે લૉરિયલ પેરિસની ભારતીય શૃંખલાની ચોથી હસ્તી છે.

લૉરિયલ પેરિસ વિશે કહેવામાં આવે છે કે આ તેને જ જાહેરાત માટે પસંદ કરે છે, જેમને યુવાવર્ગ સુંદર માને છે. કૅટરીના કૈફ વિશે પણ આ વિચારીને લૉરિયલ પેરિસે તેને પસંદ કરી હતી. કૅટરીના કૈફ પહેલાં ઐશ્વર્યા રાય, ફ્રીડા પિંટો અને સોનમ કપૂર તેની બ્રાંડ એમ્બેસેડર રહી ચૂકી છે.

English summary
The Barbie girl of B-town graced the cover of Femina’s February 2014 edition after being named India’s most beautiful woman for the second time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.