કેટરિનાની બહેન ઇઝાબેલની લેટેસ્ટ તસવીરો છે SuperHot!

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા સમયથી કેટરિના કૈફની બહેન ઇઝાબેલ કૈફ બોલિવૂડમાં પદાર્પણ કરવાની હોવાની ખબરો સાંભળવા મળી રહી છે. જો કે, આ અંગે હજુ સુધી પાકી જાહેરાત થઇ નથી. તે બોલિવૂડમાં આવે કે ન આવે, પરંતુ સોશિયલ મીડિયા પર ઇઝાબેલની લોકપ્રિયતા ઘણી વધારે છે. રિસન્ટલી જ તેણે ઇન્સ્ટાગ્રામ પર 150k ફોલોઅર્સનો આંકડો પરા કર્યો છે.

ઇઝાબેલ કૈફ

ઇઝાબેલ કૈફ

ગ્રીન બિકિનીમાં પોઝ આપતી ઇઝાબેલની આ લેટેસ્ટ તસવીર તેણે ત્રણ દિવસ પહેલાં જ પોસ્ટ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતા ઘણી વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર 150k ફોલોઅર્સનો આંકડો પાર કરતાં ઇઝાબેલે આ રીતે પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.

મોડેલ છે ઇઝાબેલ

મોડેલ છે ઇઝાબેલ

આ વિન્ટેજ થીમની તસવીરમાં ઇઝાબેલ હોટ અને ક્લાસી લાગી રહી છે. ઇઝાબેલ કૈફ પણ એક મોડેલ છે. તેના દરેક ફોટોશૂટમાં તે હંમેશા ખૂબ કોન્ફિડન્ટ અને સુંદર દેખાય છે. લોકો અવાર-નવાર ઇઝાબેલની સુંદરતાને કેટરિના સાથે સરખાવે છે.

ફિલ્મોમાં ડેબ્યૂ

ફિલ્મોમાં ડેબ્યૂ

ઇઝાબેલે કેનેડિયન મૂવિ સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર સાથે એક શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેનું નામ હતું 'કમિંગ હોમ'. આ 30 વર્ષીય મોડેલની ઇચ્છા છે કે, બોલિવૂડમાં ઓફિશિયલ ડેબ્યૂ પહેલાં તે પોતાની એક્ટિંગ સ્કિલ્સ થોડી મઠારી લે.

કેટરિનાની સૌથી નાની બહેન

કેટરિનાની સૌથી નાની બહેન

કેટરિના કૈફને કુલ 6 બહેનો અને 1 ભાઇ છે. કેટરિનાની 6 બહેનોમાં ઇઝાબેલ સૌથી નાની છે, જ્યારે કેટરિના ચોથા નંબરે આવે છે. તેમનો એક મોટો ભાઇ પણ છે, જેનું નામ છે માઇકલ. થોડા સમય પહેલાં જ કેટરિનાએ પણ ઇઝાબેલ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જે ખાસી વાયરલ થઇ હતી.

ટ્રાવેલિંગનો શોખ

ટ્રાવેલિંગનો શોખ

ઇઝાબેલને મોડેલિંગની સાથો-સાથ ટ્રાવેલિંગનો પણ ખૂબ શોખ છે. હોલિડેમાં તે જુદા-જુદા દેશોમાં ફરવા જવાનું પસંદ કરે છે. તેના હોલિડેની તસવીરો જોઇએ તો દરેક શોટ ખૂબ આર્ટિસ્ટિક રીતે કેપ્ચર થયેલો જોવા મળે છે.

બેસ્ટ આઉટફિટ્સ

બેસ્ટ આઉટફિટ્સ

ઇઝાબેલ હંમેશા બેસ્ટ અને એક્સપેન્સિવ આઉટફિટ્સમાં પોઝ આપતી જોવા મળે છે. બહેન કેટરિનાની માફક જ ઇઝાબેલે પણ પોતાના ફિગર અને ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે.

મોટેભાગે યુએસમાં રહે છે

મોટેભાગે યુએસમાં રહે છે

તે પોતાનો મોટભાગનો સમય ન્યૂ યોર્ક, યુએસમાં પસાર કરે છે, પરંતુ તે રેગ્યુલર ઇન્ડિયાની વિઝિટ પણ લેતી રહે છે. શરૂઆતમાં ઘણીવાર તે કેટરિના સાથે સલમાન ખાનની પાર્ટીમાં પણ સ્પોટ થઇ હતી.

દરેક ફેસ્ટિવલ ઉજવે છે

દરેક ફેસ્ટિવલ ઉજવે છે

ઇઝાબેલને પાર્ટી અને ફેસ્ટિવલ બંન્ને ખૂબ પસંદ છે. તે દરેક ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવે છે. તે ઘણીવાર વિવિધ પાર્ટી અને કોન્સર્ટમાં પણ જોવા મળે છે.

English summary
Katrina Kaifs sister Isabelle's latest pictures are way too steamy as shes seen sporting a green bikini by the pool.
Please Wait while comments are loading...