For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન 'બાર્બી ગર્લ' કૅટરીનાની વિવાદ ગાથા

|
Google Oneindia Gujarati News

બૉલીવુડ અભિનેત્રી અને ઇન્ડિયન બાર્બી ગર્લ તરીકે જાણીતી કૅટરીના કૈફ આજે 29 વર્ષની થઇ છે. સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાન જેવા સીનિયર અભિનેતા અને રણબીર કપૂર અને ઇમરાન ખાન જેવા યુવા અભિનેતાઓ સાથે કામ કરનારી ભારતની બાર્બી ગર્લ કૅટરીના કૈફ બોલિવૂડમાં પોતાનું નામ ગુંજતુ કરવામાં સફળ નીવડી છે. ક્યૂટ સ્માઇલ અને સુંદરતાની મોહકતા સાથે કૅટરીના દરરોજ બોલિવૂડના સફળતાં શિખરો સરી રહી છે. આજે કૅટરીના કેફ 29 વર્ષની થઇ રહી છે અને દેશ-વિદેશમાં તેના ચાહકો દ્વારા તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે અમે અહીં કૅટરીના કૈફ સાથે જોડાયેલા કેટલાક વિવાદ અંગે જણાવી રહ્યાં છે, જેમાં તેના સેક્સ સેકન્ડલ, ખોટા લગ્ન, સહઅભિનેત્રીઓ સાથે વિવાદ સહિતના અનેક વિવાદો જોડાયેલા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કૅટરીના કૈફ સાથે જોડાયેલા વિવાદો.

સેક્સ સ્કેન્ડલ

સેક્સ સ્કેન્ડલ

એક વીડિયો વહેતો થયો હતો, જેને કેટરિના કૈફ સેક્સ સ્કેન્ડલ નામ આપવામાં આવ્યું હતું. બાદમાં કેટરિનાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે આ વીડિયોમાં જે છોકરી દર્શાવવામાં આવી છે તે એ નથી.

એક ધારાસભ્ય સાથે લગ્ન

એક ધારાસભ્ય સાથે લગ્ન

અન્ય એક વિવાદ એ પણ થયો હતો કે કેટરિના કૈફે લગ્ન કરી લીધા છે. એક મેરેજ સર્ટિફિકેટ ફરતું થયું હતું, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે કેટરિના કૈફે રમેશ મેન્ડોલા નામના ધારાસભ્ય સાથે લગ્ન કરી લીધા છે. જો કે બાદમાં એ સર્ટિફિકેટ ખોટા હોવાનું સાબિત થયું હતું.

બિપાશા બાસુ સાથે વિવાદ

બિપાશા બાસુ સાથે વિવાદ

રેસ ફિલ્મ દરમિયાન કેટરિના કૈફ અને બિપાશા બાસુ વચ્ચે તણાવ હોવાનું બહાર આવ્યું હતું. એ સમયે કેટરિનાએ કહ્યું હતું કે તેના બિપાશા સાથે મિત્રતાપૂર્ણ સંબંધો નથી. આ વાતથી વિવાદ ચગ્યો હતો.

કો-સ્ટાર સાથે દોસ્તી નહીં

કો-સ્ટાર સાથે દોસ્તી નહીં

કેટરિનાએ એમ કહીંને પણ વિવાદ ખડો કર્યો હતો કે તેને સાથી ફિમેલ કોસ્ટાર સાથે મિત્રતા કરવાની જરૂર લાગતી નથી.

સલમાન સાથે વિવાદ

સલમાન સાથે વિવાદ

એક થા ટાઇગર ફિલ્મ દરમિયાન ટૂંકા કપડાં પહેરવાને લઇને સલમાને તેની સાથે મારપીટ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.

સ્કર્ટને લઇને વિવાદ

સ્કર્ટને લઇને વિવાદ

નમસ્તે લંડન ફિલ્મ દરમિયાન અજમેર દરગાહમાં શોર્ટ્સ સ્કર્ટ પહેરી જાય છે તે દ્રશ્ય શૂટ કરવામાં આવ્યું હતું, જો કે વિરોધ થતા વિપુલ શાહ દ્વારા આ દ્રશ્યને ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું.

 મલ્લિકા સાથે પણ વિવાદ

મલ્લિકા સાથે પણ વિવાદ

જેવો અનુભવ બિપાશા બાસુને થયો હતો તેવો જ અનુભવ મલ્લિકા શેરાવતને ફિલ્મ વેલકમના સેટ પર થયો હતો. કેટરિનાએ મલ્લિકા સાથે ખરાબ વર્તન કર્યું હતું.

બૂમ ફિલ્મના દ્રશ્યો

બૂમ ફિલ્મના દ્રશ્યો

કેટરિનાની પહેલી ફિલ્મ બૂમ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ દ્વારા અશ્લિલ દ્રશ્યો ભજવવામાં આવ્યા હતા, જેને લઇને પણ જેતે સમયે વિવાદ થયો હતો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X