કેટરીના કૈફ લગ્નઃ વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ હરલીને લખી દર્દભરી પોસ્ટ, કહી દિલની વાત
વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે જેને વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સાથે જોડવામાં આવી રહી છે.
મુંબઈઃ બૉલિવુડમાં હાલમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ચર્ચા છે. 9 ડિસેમ્બરે વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાઈ જશે. શક્ય છે કે આ દરમિયાન વિકી કૌશલ અને કેટરીના કૈફ સોશિયલ મીડિયા દ્વારા એ વાતનુ એલાન કરી શકે છે કે બંને પતિ-પત્ની બની ચૂક્યા છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સાથે વધુ એક નામ સમાચારોમાં છવાયેલુ છે અને તે છે હરલીન સેઠીનુ. વિકી કૌશલ થોડા વર્ષો પહેલા હરલીન સેઠીને ડેટ કરી રહ્યા હતા. જો કે હરલીન સેઠી અને વિકી કૌશલ વચ્ચે બ્રેકઅપનુ કારણ શું રહ્યુ તેની માહિતી મીડિયા સામે આવી નથી.

હરલીન સેઠીએ લખી આ પોસ્ટ
વળી, હવે હરલીન સેઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે જેને વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સાથે જોડવામાં આવી રહી છે. જો કે હરલીન સેઠીએ આ પોસ્ટમાં વિકી કૌશલ અને કેટરીનાનુ નામ તો નથી લખ્યુ તેમછતાં એ વાયરલ થઈ રહ્યુ છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફલના લગ્ન પર જ હરલીન સેઠીની આ પોસ્ટ લખવામાં આવી છે. આ પોસ્ટમાં હરલીન સેઠી જિંદગીના અર્થ વિશે વાત કરી રહી છે.

હરલીન સેઠીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નોટ કરી શેર
હરલીન સેઠીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નોટ શેર કરી છે. આ નોટમાં લખ્યુ છે કે સતત જીવનના અર્થની શોધ કરવી ટોસ્ટના અર્થની શોધ કરવા જેવુ છે. ક્યારેક-ક્યારેક માત્ર ટોસ્ટ ખાવાનુ સારુ રહે છે. હરલીનની આ પોસ્ટથી વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને શું લેવા-દેવા છે એ તો સમજમાં ન આવ્યુ.

વિકી કૌશલ અને હરલીન સેઠી
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હરલીનની આ પોસ્ટ તેમના એક્સ બૉયફ્રેન્ડ વિકી કૌશલ માટે છે. તમને જણાવી દઈએ કે કરિયરની શરૂઆતમાં જ વિકી કૌશલે હરલીનને ડેટ કરવાનુ શરુ કરી દીધુ હતુ.

વર્ષ 2019માં બ્રેકઅપ
ત્યારબાદ બ્રોકન બટ બ્યૂટીફૂલ ફેમ હરલીન સેઠી અને વિકી કૌશલનુ વર્ષ 2019માં બ્રેકઅપ થઈ ગયુ. મનમર્જિયાંના પ્રમોશન દરમિયાન એ સમાચાર આવ્યા હતા કે વિકી અને હરલીન એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં એ જણાવવામાં આવે છે કે ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકની રિલીઝ બાદ વિકી કૌશલ અને હરલીન સેઠીનુ બ્રેકઅપ થઈ ગયુ હતુ.

આ રીતે થયો વિકી અને કેટરીનાને પ્રેમ
ત્યારબાદ અમુક વર્ષ બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે દોસ્તી થઈ અને બંનેએ એકબીજાને ડેટ કરવાનુ શરુ કરી દીધુ. વિકી કૌશલ અને કેટરીના કૈફે ક્યારેક આની ઘોષણા સાર્વજનિક રીતે નથી કરી. વિકી કૌશલ અને કેટરીના કૈફે થોડા સમય પછી લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.












Click it and Unblock the Notifications
