કેટરીના કૈફ-વિકી કૌશલને લગ્નનો વીડિયો વેચવા માટે મળી 100 કરોડની ઑફર, વેચી ચૂક્યા છે વેડિંગ Pics

સમાચારોની માનીએ તો એક બહુ મોટા ઓટીટી પ્લેટફૉર્મે વિકી અને કેટરીનાના લગ્નની કિંમત પણ લગાવી લીધી છે.

મુંબઈઃ વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન હાલમાં સૌથી ચર્ચિત ટૉપિક છે જેના વિશે ફેન્સ બધુ જાણવા માંગે છે માટે અમે ફેન્સને બધુ જણાવી રહ્યા છે. સમાચારોની માનીએ તો એક બહુ મોટા ઓટીટી પ્લેટફૉર્મે વિકી અને કેટરીનાના લગ્નની કિંમત પણ લગાવી લીધી છે. આ ઓટીટી પ્લેટફૉર્મે વિકી અને કેટરીનાને પોતાના લગ્નના વીડિયોના રાઈટ્સ વેચવા માટે 100 કરોડ ઑફર કર્યા છે. જો કે વિકી અને કેટરીનાએ આ ઑફર સ્વીકારી છે કે નહિ તેની પુષ્ટિ હાલમાં કરી શકાય નહિ. આ પહેલા સમાચાર હતા કે કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના લગ્નના ફોટા એક ઈન્ટરનેશનલ મેગેઝીનને વેચી દીધા છે.

કેટરીનાએ દોસ્તને આપ્યા ફોટાના રાઈટ્સ

કેટરીનાએ દોસ્તને આપ્યા ફોટાના રાઈટ્સ

આ જ કારણ છે કે તેમના લગ્નમાં ખૂબ જ કડક નિયમો રાખવામાં આવ્યા છે અને કોઈ પણ ફોટો નહિ પાડી શકે. અમુક સૂત્રોની માનીએ તો આ ફોટા, કેટરીના કૈફે પોતાની ખાસ દોસ્ત અનાયતા શ્રોફ અઈઝાનિયાને વેચ્યા છે જેનુ મેગેઝીન આ ફોટાના રાઈટ્સ રાખશે.

મહેમાનોને આપવામાં આવી છે આ સૂચના

મહેમાનોને આપવામાં આવી છે આ સૂચના

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના બધા મહેમાનોને જયુપુરમાં રિસીવ કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમને કારમાં સવાઈ માધોપુર પહોંચાડવામાં આવ્યા. મહેમાનોને વેલકમ નોટમાં આ લગ્નના વેડિંગ પ્લાનર ટીમ તરફથી એક વેલકમ નોટ મળી જેમાં મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ, તેમને એન્જૉય કરવાની સલાહ આપવામાં આવી અને સૂચના આપવામાં આવી કે પોતાનો ફોન હોટલના રૂમમાં જ છોડી દે.

લગ્ન પછીનુ પ્લાનિંગ

લગ્ન પછીનુ પ્લાનિંગ

માનવામાં આવી રહ્યુ છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ, લગ્ન પછી નાના હનીમૂન પર માલદીવ જઈ શકે છે. ત્યારબાદ તે તરત કામ પર પાછા આવશે અને પોતાની અધૂરી ફિલ્મો પૂરી કરશે. લગ્ન બાદ જ્યાં કેટરીના કૈફ સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે શ્રીરામ રાધવનની ફિલ્મ મેરી ક્રિસમસનુ શૂટિંગ કરશે ત્યાં બીજી તરફ વિકી કૌશલ સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ પર કામ શરૂ કરી ચૂક્યા છે અને તેને પૂરી કરશે.

આ રીતે થઈ મહેંદીની રસમ

આ રીતે થઈ મહેંદીની રસમ

કેટરીના કૈફની મહેંદીની રસમ ખૂબ જ ખાસ રહી કારણકે તેમના માટે સજોતથી ખાસ મહેંદી મોકલવામાં આવી. સમાચારોની માનીએ તો ઑર્ગેનિક મહેંદીના 400 કોન કેટરીના કૈફ માટે મોકલવામાં આવ્યા જે બધા મહેમાનો અને દુલ્હનના હાથમાં લાગશે. આ મહેંદી રાજસ્થાન તરફથી વિકી કૌશલ અને કેટરીના કૈફને લગ્નની ભેટ છે.

નવા ઘરમાં થશે શિફ્ટ

નવા ઘરમાં થશે શિફ્ટ

લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે. આ અપાર્ટમેન્ટ એ બિલ્ડિંગમાં છે જ્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રહે છે. કેટરીના કૈફ પોતાના ખાસ દોસ્ત અનુષ્કા શર્માની પડોશી બનવા જઈ રહી છે. અફવાઓ એ પણ હતી કે વિરાટ અને અનુષ્કા આ લગ્નનો હિસ્સો હશે. વિકી અને કેટરીના આ ઘરમાં માટે દર મહિને 8 લાખ રૂપિયા ભાડુ આપશે. આ ઘર 5 વર્ષ માટે ભાડે લેવામાં આવ્યુ છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન

વિકી અને કેટરીના 9 ડિસેમ્બરે સાત ફેરા લેવાના છે અને સમાચારોની માનીએ તો તે પહેલા 8ના રોજ બંને ચર્ચમાં લગ્ન કરી શકે છે. આ લગ્નમાં શામેલ થવા માટે નેહા ધૂપિયા, અંગદ બેદી, રાધિકા મદન, કબીર ખાન, મિની માથુર, ગુરદાસ માન, શંકર મહાદેવન, અહેસાન નૂરાની જેવા સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. બધાને જયપુર એરપોર્ટ પર જોવામાં આવ્યા. વિકી કૌશલના ભાઈ સની કૌશલની ગર્લફ્રેન્ડ અને બંટી ઓર બબલી 2 એક્ટ્રેસ શરવરી વાઘ પણ લગ્નમાં શામેલ થવા માટે પહોંચી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X