Exclusive : કેવો હશે કેબીસી 6નો છેલ્લો એપિસોડ?
મુંબઈ, 21 જાન્યુઆરી : અમિતાભ બચ્ચનનો પ્રસિદ્ધ ટેલીવિઝન શો કૌન બનેગા કરોડપતિ સીઝન 6 એટલે કે કેબીસી 6 છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. થોડાંક જ દિવસ અગાઉ અમિતાભે શોનો છેલ્લો એપિસોડ શુટ કર્યો. દર રોજ ઉત્સાહ સાથે સેટ પર પહોંચી દર્શકોનું સ્વાગત કરનારતથા હૉટ સીટ પર બેસતાં કન્ટેસ્ટંટનો જોશ વધારનાર અમિતાભ શોના છેલ્લા એપિસોડના શુટિંગ દરમિયાન ઘણાં દુઃખી અને ઉદાસ નજરે ચડ્યાં.
અમિતાભ બચ્ચને શોની સમાપ્તિનો દુઃખ પોતાના ફેસબુક તથા ટ્વિટર ઍકાઉંટ વડે પણ લોકો સાથે શૅર કર્યો. અમિતાભ બચ્ચને કેબીસીના છેલ્લા એપિસોડના શુટથી એક દિવસ અગાઉ ટ્વિટર પર લખ્યું - અને કેબીસી કાલે ખતમ થઈ જશે, સીઝન ખતમ, 21 હફ્તાઓ, માય ગૉડ. લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય. ઘણું બધું થયું અને તે બધા પાછળ કારણો હતાં. અમિતાભે 20મી જાન્યુઆરીના રોજ કે જ્યારે કેબીસીનો છેલ્લો એપિસોડ રેકૉર્ડ થઈ રહ્યો હતો, ત્યારે ટ્વિટ કર્યું - કેબીસી ખતમ થઈ ગયો. ક્યારેય વિચાર્યુ નહોતું કે તે શરૂ થશે અને ક્ષણભરમાં ખતમ થઈ જશે.
ફેસબુક પર ભી અમિતાભે લખ્યું - કેબીસીની આવૃત્તિની સમાપ્તિ થઈ રહી છે. ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. તે દર્શકો હતાં કે જેઓ અહીં આસ્થા સાથે આવ્યાં અને ખૂબ શાંતિ તથા શિષ્ટાચારપૂર્વક બેસ્યાં. મને ઉમ્મીદ છે કે જલ્દીથી હું ફરી સૌને સામે આવીશ.
હવે આપને બતાવીએ કે આ શોના છેલ્લા દિવસે શું થશે? શોનો છેલ્લો એપિસોડ 26મી જાન્યુઆરીએ ટેલીકાસ્ટ થશે. તેની શરુઆત અમિતાભના એક ઑડિયો-વીડિયો સાથે થશે. તેમાં અમિતાભને પોતાના બંગલા પ્રતીક્ષામાંથી નિકળતાં તથા શો માટે સ્ટુડિયો આવતાં દર્શાવાશે.
આ વીડિયોમાં અમિતાભના અવાજમાં એક ઑડિયો છે કે જેમાં અમિતાભ બતાવશે કે આજ તેમનું મન શુટિંગ પર જવાનું નથી કરતું, કારણ કે તેઓ ખૂબ દુઃખી છે. જે દર્શકો સાથે તેઓ દરરોજ મળતા હતાં, આજે તેમની સાથે છેલ્લી મુલાકાત હશે. શોના છેલ્લા એપિસોડમાં શો દરમિયાન સારીએવી રકમ જીતનાર તથા પોતાનું જીવન બદલી નાંખનાર કેટલાંક પ્રતિભાગીઓને પણ બોલાવાયા છે. તેઓ શો સાથે જોડાયેલ પોતાના અનુભવો દર્શકો સાથે શૅર કરશે. અમિતાભ અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે શો દરમિયાન થયેલ કેટલીક ખાટી-મીઠી વાતો અને યાદો આ એપિસોડમાં દોહરાવવામાં આવશે. સાથે જ બૅક સ્ટેજ અમિતાભના શોને ક્રૂ સાથે થતી મસ્તીઓ પણ દર્શાવાવશે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
