Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અલી અબ્બાસ જફરની ફિલ્મ ખાલી પીલીમાં સાથે જોવા મળશે ઈશાન-અનન્યા પાંડે

અભિનેતા ઈશાન ખટ્ટર ફિલ્મ ધડક બાદ કોઈ પણ ફિલ્મનો હિસ્સો નથી બની શક્યા અને હવે ઘણા સમય બાદ તેની એક ફિલ્મનું એલાન થયુ છે.

અભિનેતા ઈશાન ખટ્ટર ફિલ્મ ધડક બાદ કોઈ પણ ફિલ્મનો હિસ્સો નથી બની શક્યા અને હવે ઘણા સમય બાદ તેની એક ફિલ્મનું એલાન થયુ છે. નિર્માતા નિર્દેશક અલી અબ્બાસ જફરે એક ટ્વીટ કરીને જણાવ્યુ કે ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે તેમની ફિલ્મ ખાલી પીલીમાં જોવા મળશે. જો કે આ ફિલ્મને મકબૂલ ખાન નિર્દેશિત કરવાના છે અને અલી અબ્બાસ જફર ફિલ્મના નિર્માતાની ભૂમિકામાં હશે.

khalipili

અલી અબ્બાસ જફરે આ સમગ્ર માહિતી એક ટપોરી ભાષામાં આપી છે અને લખ્યુ કે, એક ડેઢ શાણા, એક item, એક taxi અને એક રાતની કહાની, અપુન લા રહા હે 2020 ki સબસે રાપ્ચિક movie! આનાથી એટલુ તો નક્કી છે કે ફિલ્મમાં ઈશાન ખટ્ટર ટપોરી ભાષા બોલતો જોવા મળવાનો છે. ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 બાદ અનન્યા પાંડેની આ બીજી ફિલ્મ હશે.

આ ફિલ્મ માટે નિશ્ચિત જ ઈશાન ખટ્ટરના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. અલી અબ્બાસ જફરે જણાવ્યુ કે આ ફિલ્મ 12 જૂન, 2020ના રોજ રિલીઝ થશે. ઈશાન અને અનન્યા એક ફ્રેશ જોડી તરીકે જોવા મળશે અને બંનેને જોવા ઘણા રસપ્રદ સાબિત થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X