આવી ગઈ નટખટ-તોફાની મિલી... જુઓ ખૂબસૂરતનું Trailer

મુંબઈ, 21 જુલાઈ : ચુલબુલી ફિજિયોથેરેપિસ્ટના રૉયલ રોમાંસની ઝલક સાથે આવી ગયું છે ખૂબસૂરત ફિલ્મનું ખૂબસૂરત ટ્રેલર. એક શાહી પરિવારમાં કે જ્યાં શ્વાસ પણ સંસ્કાર સાથે લેવાતા હોય, ત્યાં મિલી જેવુ વ્યક્તિત્વ કઈ રીતે પોતાનો રંગ જમાવે છે? આની ઝલક ખૂબસૂરત ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે.

શશાંક ઘોષ દિગ્દર્શિત ખૂબસૂરત ફિલ્મના બે પોસ્ટર પણ રિલીઝ થઈ ચુક્યા છે કે જે ફિલ્મની સ્ટોરી લાઇન અંગે ઘણી બધી હિંટ્સ આપી ચુક્યા છે. પહેલા પોસ્ટરમાં સોનમ કપૂર સેલ્ફી લેતા નજરે પડે છે. તેમની સાથે એક બાજુ ફવાદ ખાનનો શાહી પરિવાર નજરે પડે છે, તો બીજી બાજુ સોનમ કપૂરની ફૅમિલી છે. ફવાદ ખાન ફૉર્મલ કપડામાં, તો સોનમ કપૂર ફંકી લુકમાં નજરે પડી રહ્યાં છે.

ખૂબસૂરત ફિલ્મના બીજા પોસ્ટરમાં સોનમ ડિઝનીની કોઇક પરીની જેમ ક્યૂટ લાગે છે. ફિલ્મની આ લીડ જોડી એટલે કે સોનમ-ફવાદ બિલ્કુલ રોમાંટિક મૂડમાં નજરે પડે છે. સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ બેવકૂફિયાં હતી અને હવે લોકોને પણ તેમની આગામી ફિલ્મ ખૂબસૂરતનો ઇંતેજાર છે.

નોંધનીય છે કે ખૂબસૂરત હૃષિકેશ મુખર્જીની 1980માં આવેલી ફિલ્મ ખૂબસૂરતની રીમેક છે. જૂની ખૂબસૂરતમાં રેખા અને રાકેશ રોશન લીડ રોલમાં હતાં. નવી ખૂબસૂરતમાં સોનમ કપૂર એક શાહી પરિવારની જિંદગીમાં ભૂકમ્પ લાવી દે છે. ફિલ્મમાં કિરણ ખેર, રત્ના પાઠક તથા આમિર રઝા હુસૈન પણ છે. ખૂબસૂરતનું નિર્માણ ડિઝની ઇન્ડિયા તથા અનિલ કપૂર ફિલ્મ કમ્પનીએ કર્યુ છે. ખૂબસૂરત ફિલ્મ 19મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

જુઓ ખૂબસૂરત ફિલ્મના પોસ્ટર્સ અને માણો ટ્રેલર પણ :

ટ્રેલર રિલીઝ

ટ્રેલર રિલીઝ

ચુલબુલી ફિજિયોથેરેપિસ્ટના રૉયલ રોમાંસની ઝલક સાથે આવી ગયું છે ખૂબસૂરત ફિલ્મનું ખૂબસૂરત ટ્રેલર. એક શાહી પરિવારમાં કે જ્યાં શ્વાસ પણ સંસ્કાર સાથે લેવાતા હોય, ત્યાં મિલી જેવુ વ્યક્તિત્વ કઈ રીતે પોતાનો રંગ જમાવે છે? આની ઝલક ખૂબસૂરત ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે.

ફર્સ્ટ પોસ્ટર

ફર્સ્ટ પોસ્ટર

ખૂબૂરત ફિલ્મનું આ ફર્સ્ટ પોસ્ટર છે કે જેમાં માત્ર સોનમ કપૂરને જ લેવામાં આવ્યા હતાં.

બીજું પોસ્ટર

બીજું પોસ્ટર

ખૂબસૂરતના બીજા પોસ્ટરમાં સોનમ કપૂર સેલ્ફી લેતા નજરે પડે છે. તેમની સાથે એક બાજુ ફવાદ ખાનનો શાહી પરિવાર નજરે પડે છે, તો બીજી બાજુ સોનમ કપૂરની ફૅમિલી છે. ફવાદ ખાન ફૉર્મલ કપડામાં, તો સોનમ કપૂર ફંકી લુકમાં નજરે પડી રહ્યાં છે.

ત્રીજુ પોસ્ટર

ત્રીજુ પોસ્ટર

ખૂબસૂરત ફિલ્મના ત્રીજા પોસ્ટરમાં સોનમ ડિઝનીની કોઇક પરીની જેમ ક્યૂટ લાગે છે. ફિલ્મની આ લીડ જોડી એટલે કે સોનમ-ફવાદ બિલ્કુલ રોમાંટિક મૂડમાં નજરે પડે છે.

ફ્રેશ જોડી

ફ્રેશ જોડી

ખૂબસૂરત ફિલ્મમાં સોનમ કપૂર અને ફવાદ ખાનની ફ્રેશ જોડી છે.

સોનમ જ મેન પાત્ર

સોનમ જ મેન પાત્ર

હૃષિકેશ મુખર્જીની ખૂબસૂરતની રેખાની જેમ આ ખૂબસૂરતમાં પણ સોનમ કપૂર જ મુખ્ય પાત્ર હશે.

મહેનતુ સોનમ

મહેનતુ સોનમ

સોનમ કપૂરે ખૂબસૂરત ફિલ્મમાં ફિજિયોથેરેપિસ્ટનો રોલ કરવા માટે સખત મહેનત કરી છે.

માણો ટ્રેલર

ખૂબસૂરતની ચુલબુલી મિલીને મળવા માટે સ્લાઇડર પર ક્લિક કરો અને માણો ફિલ્મનું ટ્રેલર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X