Khushi Kapoor : પીંક આઉટફિટમાં બાર્બી ડોલ બનીને કેમેરામાં કેદ થઈ ખુશી કપૂર, જુઓ ફોટો
Khushi Kapoor : હાલમાં જ યોજાઈ ગયેલી અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની સંગીત સેરેમનીઓમાં બોલિવૂડનો જમાવડો જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે લોકોની નજર ખુશી કપૂર પર અટકી હતી.
શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર ઘણીવાર તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે લાઈમલાઈટમાં રહે છે. જો તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં ખુશી કપૂરે દેશી બાર્બી બનીને હલચલ મચાવી દીધી. ખુશી કપૂરે ગુલાબી રંગની સિક્વિન સાડીમાં મહેફિલ લૂંટી લીધી.

અનંત-રાધિકાના સંગીતમાં ખુશી કપૂરે ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે શિમરી ગુલાબી રંગની સિક્વિન સાડી પહેરી હતી. સિક્વિન સાડીની સાથે ખુશીએ ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ પહેરી હતી.
ખુશી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર અનંત-રાધિકાના સંગીત લૂકની તસવીરો શેર કરી છે. ખુશીએ કેપ્શનમાં દેસી બાર્બી પણ લખ્યું છે. ખુશી કપૂરના લેટેસ્ટ ફોટો પર તેની બહેન જ્હાનવી કપૂરે કોમેન્ટમાં બ્યુટી ક્વીન લખ્યું છે.
ખુશી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે ડેબ્યુ કર્યું છે. ધ આર્ચીઝ પછી ખુશી કપૂરના નવા પ્રોજેક્ટની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
