શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરે પસંદ કર્યું આ કરિયર?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના ફેન્સની યંગ જનરેશનમાં શ્રીદેવીની બંન્ને પુત્રીઓ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર ખૂબ લોકપ્રિય છે. જ્હાનવી કપૂર તો ટૂંક સમયમાં જ ફિલ્મોમાં આવનાર છે, તેના બોલિવૂડ ડેબ્યૂ અંગે અનેક સમાચારો અવાર-નવાર વાંચવા મળે છે. પરંતુ ખુશી કપૂરના કરિયર પ્લાન શું છે? આ અંગે શ્રીદેવીનું શું કહેવું છે? વાંચો અહીં...

ખુશી કપૂરના કરિયર પ્લાન

ખુશી કપૂરના કરિયર પ્લાન

હાલમાં જ પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ ખુશી અંગે વાત કરતાં કહ્યું હતું કે, મારા ખ્યાલથી ખુશી મોડેલિંગમાં જવા માંગે છે. હું એ શોકની જ રાહ જોઇ રહી છું, જ્યારે તે આ વાત અમને જણાવશે.

ખુશીની ચોઇસથી ખુશ

ખુશીની ચોઇસથી ખુશ

શ્રીદેવીએ જણાવ્યું હતું કે, પહેલા તેને ડોક્ટર બનવું હતું, પછી વકીલ. હવે તેને મોડેલ બનવું છે. તે ધીરે ધીરે આ અંગે હિન્ટ આપી રહી છે. અમે તેની ચાઇસથી ખુશ છીએ. જ્હાનવી બાદ જો ખુશી પણ બોલિવૂડ ફિલ્મોમાં આવવા માંગે તો પણ અમને કોઇ વાંધો નથી.

પુત્રીઓની ફેશન ચોઇસ

પુત્રીઓની ફેશન ચોઇસ

છેલ્લા ઘણા સમયથી ખુશી અને જ્હાનવી કપૂરની સુંદરતા અને ફેશન સેન્સ પણ ચર્ચાનો વિષય છે. આ અંગે વાત કરતાં શ્રીદેવીએ કહ્યું હતું કે, હવે તો હું તેમની પાસેથી ઇન્સ્પિરેશન લઉં છું. તેઓ આજની જનરેશનના છે, આથી તેમની ચોઇસ વધારે ટ્રેન્ડી હોય છે.

મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટી

મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટી

મનિષ મલ્હોત્રાની 50મી બર્થ ડે પાર્ટીમાં જ્હાનવી અને ખુશીનો રોયલ લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. શ્રીદેવીની બંન્ને પુત્રીઓ જ્હાનવી અને ખુશી અત્યંત સુંદર અને ફિટ છે. ત્યાર બાદ બંન્નેએ ટ્રેડિશનલ અવતારમાં કરાવેલ ફોટોશૂટની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

તેમને વધારે સારી સમજ પડે છે

તેમને વધારે સારી સમજ પડે છે

શ્રીદેવીએ આગળ કહ્યું હતું કે, ફેશનની વાતમાં તેમને ડેફિનેટલી મારા કરતા વધારે સારી સમજ પડે છે, આથી આ વાત હું તેમના પર છોડી દઉં છું, તેમની માતા તરીકે મારે બીજા અનેક કામ કરવાના હોય છે. મને ફેશનની બાબતમાં તેમની એડવાઇઝ લેવી પસંદ છે અને બંન્ને ઉત્સાહથી મને એડવાઇઝ આપે પણ છે.

ખુશી કપૂર અને આરવ ભાટિયા

ખુશી કપૂર અને આરવ ભાટિયા

ગત વર્ષે ખુશી કપૂર અને અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયાની મિત્રો સાથે પાર્ટી કરતી તસવીર વાયરલ થઇ હતી. આ સિવાય ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને એક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પણ ખુશીની સારી ફ્રેન્ડ છે.

English summary
Sridevi Kapoor revealed that Khushi Kapoor wants to get into modelling and she is waiting for that shock to happen.
Please Wait while comments are loading...