બોલ્ડ લુકમાં ગણપતિ પુજામાં પહોંચેલી ખુશી કપૂર ટ્રોલના નિશાને ચડી, ડ્રેસ જોઈને લોકો ભડક્યા
બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ કહેલી ખુશી કપૂર ટ્રોલના નિશાને ચડી છે. અભિનેત્રી ખુશી કપૂર ગણપતિ પુજા માટે બોલ્ડ ડ્રેસમાં પહોંચતા લોકો ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
ખુશી કપૂર તેની ફેશનને કારણે ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં જ ગણેશ ચતુર્થી પર અંબાણી પરિવારે ગણપતિ બાપાની વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટની ઘણી હસ્તીઓ જોવી મળી હતી.

આ પૂજામાં બોની કપૂરની દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરને તેની ફેશનને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. અંબાણી પરિવારની આ ગણેશ પૂજામાં જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અન્નાયા પાંડેના લુક્સના વખાણ થઈ રહ્યા છે તો લોકો ખુશી કપૂરને ડ્રેસને કારણે ટ્રોલ કરી રહ્યા છે.
આ ગણેશ પૂજામાં જ્હાનવી કપૂર એથનિક સાડીમાં પહોંચી હતી. બીજી તરફ ખુશી કપૂરના લહેંગા સાથે બોલ્ડ બ્લાઉઝમાં આવી હતી. આ જ કારણ છે કે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
અહીં ખુશી કપૂરના ડીપ નેકલાઇન બ્લાઉઝની પીઠ પર કટઆઉટ ડિઝાઇન હતી. ખુશીએ ચોકર નેકપીસ, ખુલ્લા વાળ અને લાઇટ ગ્લોઇંગ મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો હતો. ખુશી કપૂર આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ કેટલાક લોકોને ખુશીનું ગણેશ પૂજા દરમિયાન આ પ્રકારનું રિવીલિંગ ડિઝાઈનર બ્લાઉઝ પસંદ ન આવ્યુ.
હવે ખુશી કપૂરના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ લોકો ખુશી કપૂરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. લોકો ખુશી કપૂર પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે તે કદાચ ભૂલી ગઈ છે કે તે ફેશન શોમાં નહીં પણ પૂજામાં હાજરી આપવા આવી છે.












Click it and Unblock the Notifications
