30 વર્ષની થઈ કિયારા અડવાણી, જાણો બર્થ ડે ગર્લ વિશેની ન જાણેલી વાતો!
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનો આજે 30મોં બર્થ ડે છે. આજે તેના બર્થ ડે પર ફેન્સ ખૂબ જ ખુશ છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અનેક સેલિબ્રિટીઓએ પણ કિયારાને બર્થ ડેની શુભેચ્છા પાઠવી છે.
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનો આજે 30મોં બર્થ ડે છે. આજે તેના બર્થ ડે પર ફેન્સ ખૂબ જ ખુશ છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અનેક સેલિબ્રિટીઓએ પણ કિયારાને બર્થ ડેની શુભેચ્છા પાઠવી છે.

કિયારા અડવાણીનો પરિવાર
કિયારા અડવાણીનો જન્મ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતા જગદીપ અડવાણી એક બિઝનેસમેન છે અને તેમની માતાનું નામ જીનીવીવ જાફરી છે. કિયારા તેની માતાના પરિવારના કારણે ઘણી સેલિબ્રિટી સાથે જોડાયેલી છે. અભિનેતા અશોક કુમાર અને સઈદ જાફરી તેના સાવકા પરદાદા છે. જ્યારે મોડલ શાહીન જાફરી તેની માસી છે. તેની માતાની સાવકી માતા ભારતી ગાંગુલી અભિનેતા અશોક કુમારની પુત્રી છે.

કિયારાનું સાચું નામ
કિયારા અડવાણીનું સાચું નામ બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા કિયારાએ સલમાન ખાનની સલાહ પર પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેનું અસલી નામ આલિયા છે અને આલિયા નામની સ્ટાર પહેલેથી જ હતી, તેથી તેનું નામ બદલવામાં આવ્યું હતું. કિયારા નામની પસંદગી અંજના અંજાની ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પાત્ર કિયારાથી પ્રેરિત હતી.

શિક્ષક તરીકે કામ કર્યું
કિયારાને નાના બાળકોને ભણાવવાનું પણ ગમતું હતું અને બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તેણે તેની માતાની શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

કિયારાની પહેલી ફિલ્મ
કિયારાએ 2014માં ફગલી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે મોહિત મારવાહ સાથે હતી. આ પછી તેણે એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં કામ કર્યું અને તેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું.

પ્રીતિના પાત્રથી ઓળખ મળી
કિયારાએ 2019ની ફિલ્મ કબીર સિંહમાં પ્રીતિનું પાત્ર ભજવ્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યું અને ફિલ્મ બ્લોકબસ્ટર રહી.

ઈશા અંબાણી સાથે મિત્રતા
મુકેશ અંબાણીની પુત્રી અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી કિયારાની ખૂબ જ નજીકની અને જૂની મિત્ર છે.

અભિનયમાં પહેલેથી જ રસ હતો
કિયારા અડવાણીને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને તે ફિલ્મ કભી ખુશી કભી ગમના તમામ સંવાદો વારંવાર બોલતી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અફેર
અફવા એવી છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું અફેર છે. જોકે બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.

કિયારા અડવાણીનું ડેબ્યુ
કિયારાનું ઓન-સ્ક્રીન ડેબ્યૂ 8 મહિનાની ઉમરમાં જ થયુ હતુ. કિયારાએ તેની માતા સાથે બેબી સોપ કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું.

કિયારાના મ્યુઝિક વીડિયો
કિયારાએ ઉર્વશી, કુડી નુ નાચને દે અને મુસ્કુરાયગા ઈન્ડિયા જેવા કેટલાક મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
