• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kick@83Crore : આ છે સલમાનની Highest Grosser ફિલ્મો!

|

મુંબઈ, 29 જુલાઈ : સલમાન ખાને ફરી સાબિત કર્યુ છે કે તેઓ બૉક્સ ઑફિસના કિંગ છે. સલમાન ખાને કિક દ્વારા એ પણ સિદ્ધ કર્યુ છે કે ઈદ સાથે તેઓ વધુ ન્યાય કરી શકે છે. સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કિકે બૉક્સ ઑફિસે શાનદાર પ્રદર્શન કર્યુ છે. કિકે ત્રણ દિવસમાં 83.83 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે અને તે વીકેન્ડમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી જશે.

એક થા ટાઇગરથી માંડી દબંગ સુધી સલમાને એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તે પહેલાના સમયમાં જઇએ, તો સલમાને મૈંને પ્યાર કિયા અને હમ આપકે હૈં કૌન જેવી સુપર હિટ ફિલ્મો આપી છે.

સલમાન ખાન માટે આ બમણી ખુશીની વાત છે કે તેમણે 2014માં બૅક ટુ બૅક બે સફળ ફિલ્મો જય હો તથા કિક આપી છે. જોકે જય હોએ અપેક્ષિત સફળતા નહોતી પ્રાપ્ત કરી, પરંતુ આમ છતાં તેનો બિઝનેસ 111 કરોડ રહ્યો હતો. જોકે વૉન્ટેડ, નો એન્ટ્રી તથા બીવી નંબર 1 જેવી ફિલ્મો સો કરોડ ક્લબમાં એન્ટર નહોતી થઈ શકી.

ચાલો કિકની સફળતાની ઉજવણીના ભાગરૂપે આપને બતાવીએ સલમાન ખાનની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મો :

એક થા ટાઇગર

એક થા ટાઇગર

સલમાન ખાનની એક થા ટાઇગર 2012માં ઈદ પ્રસંગે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસે 200 કરોડની કમાણીના આંકડાના સ્પર્શતા ચૂકી ગઈ હતી. કબીર ખાનની આ ફિલ્મની કમાણીનો આંકડો 199 કરોડે અટક્યો હતો.

કિક

કિક

ગત શુક્રવારે રિલીઝ થયેલી કિક ફિલ્મ સલમાનની વધુ એક ઈદ રિલીઝ છે કે જે ત્રણ દિવસમાં 83.83 કરોડ રુપિયા કમાઈ ચુકી છે. આજે ઈદ છે અને કિકની કમાણીનો આંકડો 100 કરોડને આંબી જવાની પૂરતી શક્યતા છે.

જય હો

જય હો

સલમાનની છેલ્લી રિલીઝ ફિલ્મ જય હોને મિશ્ર પ્રતિસાપદ સાંપડ્યા હતાં. આમ છતાં ફિલ્મ સો કરોડ ક્લબમાં દાખવ થવામાં સફળ રહી હતી.

દબંગ

દબંગ

દબંગ માત્ર સોનાક્ષી સિન્હાની ડેબ્યુ ફિલ્મ જ નહીં, પણ સલમાન ખાનની વધુ એક હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ હતી. 2010માં રિલીઝ થયેલી દબંગે 202 કરોડનો બિઝનેસ કર્યો હતો.

બૉડીગાર્ડ

બૉડીગાર્ડ

સલમાન ખાન અને કરીના કપૂરનો જાદૂ બૉક્સ ઑફિસે છવાઈ ગયો હતો. બૉડીગાર્ડે પણ 200 કરોડ ક્લબમાં પ્રવેશ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

હમ આપકે હૈં કૌન

હમ આપકે હૈં કૌન

સલમાન ખાનની રાજશ્રી પ્રોડક્શન સાથેની આ બીજી ફિલ્મ હતી. સૂરજ બરજાત્યા સાથે મૈંને પ્યાર કિયા જેવી હિટ ફૅમિલી ડ્રામા ફિલ્મ આપ્યા બાદ સલમાને હમ આપકે હૈં કૌન દ્વારા બૉક્સ ઑફિસે તે વખતના તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા હતાં. આ ફિલ્મ 309 કરોડની કમાણી કરી હતી.

રેડી

રેડી

સલમાન ખાને સાઉથ ઇન્ડિયન બ્યુટી અસીન સાથે વધુ એક હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ રેડી આપી હતી. આ એક્શન કૉમેડી ફિલ્મે 102 કરોડ રુપિયા કમાવ્યા હતાં.

દબંગ 2

દબંગ 2

દબંગની સફળતા બાદ સલમાને દબંગ 2 બનાવી કે જેણે 155 કરોડનો બિઝનેસ કર્યો હતો. દબંગ 2 ફિલ્મ 2012માં આવેલી બ્લૉબસ્ટર ફિલ્મ એક થા ટાઇગર બાદ રિલીઝ થઈ હતી.

કરણ અર્જુન

કરણ અર્જુન

સલમાન ખાન અને શાહરુખ ખાને 1995ની આ સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ પણ 120 કરોડની કમાણી સાથે સલમાનની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ હતી.

હમ સાથ સાથ હૈં

હમ સાથ સાથ હૈં

સૂરજ બરાજાત્યાની આ મલ્ટી-સ્ટારર ફિલ્મ સલમાન ખાન પર જ કેન્દ્રિત હતી અને તે પણ 100 કરોડ ક્લબમાં જોડાવામાં સફળ રહી હતી.

પાર્ટનર

પાર્ટનર

સલમાન ખાન અને ગોવિંદાની પાર્ટનરશિપ આશ્ચર્યજનક રહી. પાર્ટનરમાં સલમાને લવ ગુરુ તરીકે લોકોના દિલ જીત્યાં અને ફિલ્મે 103 કરોડની કમાણી કરી હતી.

નો એન્ટ્રી

નો એન્ટ્રી

સલમાન ખાનું આ ફિલ્મમાં ટૅગ નેમ પ્રેમ હતું. નો એન્ટ્રી પણ સફળ ફિલ્મ હતી કે જેણે 93 કરોડની કમાણી કરી હતી.

ચૂકી ગયા હોવ તો...

ચૂકી ગયા હોવ તો...

સલમાન ખાનની ફિલ્મ કિકના એ 10 દમદાર સીન્સ જોવા ક્લિક કરો કે જે ચૂકવા જેવા નથી.

English summary
Salman Khan has proved that he is the king of Bollywood's box office. Kick earns 83.83 crore in 3 days. After seeing the success of Kick which is going houseful, we decided to take a look at the highest grossing films of Salman Khan that made us fall all the more in love with the Dabangg star.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more