Guess : કિક, બૅંગ બૅંગ, હીરોપંતી... કોણ લઈ જશે બેસ્ટ એક્શન ઍવૉર્ડ?

મુંબઈ, 2 ડિસેમ્બર : વર્ષ 2014માં અનેક એક્શન ફિલ્મો રિલીઝ થઈ અને તે ફિલ્મોએ દર્શકોનું ખૂબ મનોરંજન પણ કર્યું. શાહરુખ ખાનથી માંડી સલમાન ખાન, અક્ષય કુમાર, ટાઇગર શ્રૉફ વિગેરેએ 2014ને શ્રેષ્ઠ એક્શન ફિલ્મો આપી. તેમાંની કેટલીક ફિલ્મો બૉક્સ ઑફિસે ખૂબ સફળ પણ રહી, પરંતુ કેટલીક શ્રેષ્ઠ ક્શન ફિલ્મો હોવા છતા બૉક્સ ઑફિસે નિષ્ફળ નિવડી.

બૉલીવુડ હોય કે હૉલીવુડ ફિલ્મો... એક્શન ઝોનર એક એવો ઝોનર છે કે જેની ફિલ્મો બૉક્સ ઑફિસે સામાન્યતઃ સફળ નિવડતી હોય છે. વર્ષ 2014માં સલમાનની કિક, શાહરુખની હૅપ્પી ન્યુ ઈયર, હૃતિક રોશનની બૅંગ બૅંગ જેવી કેટલીક એવી ફિલ્મો છે કે જેનો એક્શન ઝોનરની બેસ્ટ ફિલ્મના નૉમિનેશનલમાં સમાવેશ કરી શકાય છે.

તો આવો વર્ષ 2014ની તેવી એક્શન ફિલ્મોની એક ઝલક આપને બતાવીએ કે જેમાંથી કોઈ એક ફિલ્મ આ વર્ષે બેસ્ટ એક્શન ફિલ્મનો ઍવૉર્ડ લઈ જશે. તો આપ પણ જરા મગજ કસો અને અંદાજો લગાવો કે તે કઈ ફિલ્મ હોઈ શકે?

કિક

કિક

શરુઆત કરીએ સલમાનની કિક સાથે. 2014ની સૌથી વધુ કમાણી કરનાર કિકમાં સલમાન અને જૅકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં સલમાને શ્રેષ્ઠ એક્શન સિક્વંસ શૂટ કર્યા હતાં.

હૉલીડે

હૉલીડે

અક્ષય કુમારની ફિલ્મ હૉલીડે પણ 2014ની શ્રેષ્ઠ એક્શન ફિલ્મ છે. એમ પણ બૉલીવુડના એક્શન કિંગ હોવાના કારણે અક્ષયની આ ફિલ્મ એક્શન ઍવૉર્ડ માટેની સ્પર્ધામાં સૌથી આગળ ચાલી શકે છે.

હીરોપંતી

હીરોપંતી

જૅકી શ્રૉફના દીકરા ટાઇગર શ્રૉફે 2014માં એક્શન બેઝ્ડ ફિલ્મ હીરોપંતી સાથે કૅરિયર શરૂ કર્યું. ફિલ્મમાં ટાઇગર શ્રૉફે બહેતરીન એક્શન સિક્વંસ શૂટ કર્યા હતાં.

સિંઘમ રિટર્ન્સ

સિંઘમ રિટર્ન્સ

અજય દેવગણની ફિલ્મ સિંઘમ રિટર્ન્સ 2014 પણ બેસ્ટ એક્શન ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં અજય અને કરીના કપૂર લીડ રોલમાં હતાં.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

શાહરુખની આ દિવાળીએ રિલીઝ થયેલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં પણ એક્શન દૃશ્યો છે.

બૅંગ બૅંગ

બૅંગ બૅંગ

હૃતિક રોશન અને કૅટરીના કૈફની બૅંગ બૅંગ પણ એક્શન દૃશ્યોથી ભરપૂર ફિલ્મ હતી. હૃતિકે અનેક સીન્સ પોતે જ કર્યા હતાં.

એક્શન જૅક્સન

એક્શન જૅક્સન

સોનાક્ષી સિન્હા તથા અજય દેવગણની ફિલ્મ એક્શન જૅક્સન પણ ટુંક સમયમાં જ રિલીઝ થવાની છે. પ્રભુ દેવા દિગ્દર્શિત ફિલ્મ હોવાના પગલે તેમાં પણ શ્રેષ્ઠ એક્શન સીન્સ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X