• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલી વાર આરાધ્યા સાથે જન્મ દિવસ ઉજવશે ઐશ

|

મુંબઈ, 1 નવેમ્બર : બૉલીવુડ સુંદરી ઐશ્વર્યા રાયનો આજે જન્મ દિવસ છે. ઐશ્વર્યા રાયનો આજનો 39મો જન્મ દિવસ અગાઉના તમામ જન્મ દિવસ કરતાં કઈંક જુદો જ છે કારણ કે આ વખતે ઐશ્વર્યા પોતાનો જન્મ દિવસ પોતાની નાનકડી એંજલ આરાધ્યા સાથે ઉજવશે. આરાધ્યા પણ આજ માસની 16મી તારીખે એક વરસની થઈ જશે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1994માં ભારતને વિશ્વ સુંદરીનો ખિતાબ અપનાવર ઐશ્વર્યા રાયનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે. તેઓ વ્યવસાયે મરીન એંજીનિયર છે અને માતા વૃંદા રાય એક લેખિકા છે. ઐશના એક મોટા ભાઈ છે. તેમનું નામ આદિત્ય રાય છે.

ઐશ્વર્યા રાયનું પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદ-આંધ્ર પ્રદેશ ખાતે થઈ. બાદમાં તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો. ઐશની પ્રથમ ફિલ્મ ઇરુવર તામિળમાં બની હતી. તેનાં દિગ્દર્શક મણિરત્નમ્ હતાં. હિન્દીમાં તેમની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી. હિન્દી ફિલ્મોમાં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મથી ઐશે સફળતાનો સ્વાદ ચાખ્યો કે જે આજે પણ બરકરાર છે.

વર્ષ 2002માં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ દેવદાસ ફિલ્મમાં પણ તેમણે બહેતરીન કામ કર્યું. આ ઉપરાંત તેમણે કેટલીક બાંગ્લા ફિલ્મો કરી છે. સને 2004માં જ પહેલી વાર તેમણે ગુરિંદર ચડ્ઢાની બ્રાઇડ એન્ડ પ્રિઝ્યુડિસ નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યુ હતું.

આજે ઐશ્વર્યા રાયનો ભારતના સૌથી ધનિક મહિલાઓ સમાવેશ થાય છે. સમગ્ર દુનિયામાં તેમના ચાહનારાઓએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17 હજાર ઇન્ટરનેટ સાઇટ્સ બનાવી રાખી છે અને તેમની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં કરાય છે. ટાઇમ મેગેઝીને વર્ષ 2004માં તેમનો દુનિયાની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં પણ સમાવેશ કર્યો હતો. 2007માં તેમણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના એકના એક પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં અને 16મી નવેમ્બર, 2011ના રોજ ઐશે અભિષેકના પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો.

આપ પણ ઐશ્વર્યા રાયને બર્થ ડે વિશ કરવા માંગતા હો, તો નીચે આપેલાં કૉમેન્ટ બૉક્સમાં પોતાની શુભેચ્છાઓ પાઠવી શકો છો. આવો તસવીરો વડે જાણીએ ઐશના સૌંદર્યના રાઝ...

રોજ 8 ગ્લાસ પાણી પીવો

રોજ 8 ગ્લાસ પાણી પીવો

ઐશ કહે છે કે બધાએ દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણી રોજ પીવું જોઇએ.

બેસન-મિલ્કનું ફેસપૅક સર્વશ્રેષ્ઠ

બેસન-મિલ્કનું ફેસપૅક સર્વશ્રેષ્ઠ

ઐશે જણાવ્યું કે બેસન અને મિલ્કનું ફેસપૅક દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફેસપૅક છે. તેથી બજારની પ્રોડક્ટની જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઇએ.

સ્કિન માટે કાકડીનો ઉપયોગ કરો

સ્કિન માટે કાકડીનો ઉપયોગ કરો

પોતાની સ્કિનને થાકથી બચાવવા ઐશ કાકડીનો ઉપયોગ કરે છે.

વાઇન ફેશિયલ ગમે

વાઇન ફેશિયલ ગમે

ઐશને વાઇન ફેશિયલ ખૂબ પસંદ છે. તે આ કરાવવાની સલાહ દરેક મહિલાને આપે છે.

પૉઝિટિવ વિચારવું

પૉઝિટિવ વિચારવું

ઐશનું કહેવું છે કે માણસે કાયમ સકારાત્મક એટલે કે પૉઝિટિવ વિચારસરણી ધરાવવી જોઇએ કે જે તેના સૌંદર્યનો મૂળ મંત્ર છે.

પુરતી ઉંઘ જરૂરી

પુરતી ઉંઘ જરૂરી

આપની આંખો ત્યારે જ સુંદર લાગી શકે કે જ્યારે આપ પુરતી ઉંઘ લેતા હો. ઐશની આંખોના સૌંદર્યનું આ જ રાઝ છે.

નાળિયેર તેલની મસાજ

નાળિયેર તેલની મસાજ

કાયમ કહેવાય છે કે ઐશના રેશમી વાળોનો રાઝ દરરોજ નાળિયેર તેલની મસાજ છે. તેના કારણે જ તેઓ આટલાં સુંદર દેખાય છે.

આરાધ્યા સાથે પ્રથમ જન્મ દિવસ

આરાધ્યા સાથે પ્રથમ જન્મ દિવસ

ઐશ આજે પોતાનો જન્મ દિવસ પહેલી વાર પુત્રી આરાધ્યા સાથે ઉજવશે.

English summary
Today Aishwarya Rai's Birthday. Aishwarya Rai Bachchan born 1 November 1973. Its Aishwarya's First Birthday with her little Angle Aradhya.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more