લગ્ન બાદ આ ઘરમાં રહેશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ થોડા દિવસોમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. લગ્ન બાદ રણવીર સિંહ દીપિકાના પ્રભાદેવી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ થોડા દિવસોમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ જોડીએ પોતાના સપનાનું ઘર ફાઈનલ કર્યુ નથી. કહેવામાં આવી રહ્યુ છે કે લગ્ન બાદ રણવીર સિંહ દીપિકાના પ્રભાદેવી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને પોતાના સપનાનું ઘર લેવામાં કોઈ ઉતાવળ નહિ કરે. તમને જણાવી દઈએ કે પ્રભાદેવી એપોર્ટમેન્ટમાં દીપિકા પાદુકોણનો ફ્લેટ 26માં માળે છે.

આટલા કરોડના ફ્લેટમાં રહે છે દીપિકા
મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ અત્યારે જે ફ્લેટમાં રહે છે તેની કિંમત 16 કરોડ રૂપિયા આસપાસ છે. આ ઘરના ઈન્ટીરિયરને વિનીતા ચૈતન્યએ ડિઝાઈન કર્યુ છે. ડીએનએના રિપોર્ટ મુજબ સૂત્રોએ જણાવ્યુ છે કે રણવીર થોડા દિવસો માટે દીપિકાના ઘરમાં શિફ્ટ થઈ જશે. જ્યારે તેના માતાપિતા અને બહેન બેંગલુરુમાં જ રહેશે.

ફ્લેટમાં એકલી રહે છે દીપિકા
રણવીરના દીપિકાના ફ્લેટમાં થોડા દિવસો માટે શિફ્ટ થવા પાછળ કહેવામાં આવી રહ્યુ છે કે દીપિકા ત્યાં એકલી રહે છે. એટલે રણવીર તેને એકલી ન છોડી શકે. સૂત્રોએ જણાવ્યુ કે આ વર્ષે આ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આગ લાગી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો અને વધુ મુશ્કેલી થઈ નહિ.

14-15 નવેમ્બરના રોજ લગ્ન
ગયા મહિને દીપિકા અને રણવીરે ઘોષણા કરી હતી કે તેમના લગ્ન 14-15 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યા છે. લગ્ન બાદ આ જોડી ઈટલીથી પાછા આવ્યા બાદ બે ભવ્ય આયોજનની યજમાની કરશે જેમાં એક મુંબઈમાં તો બીજી બેંગલુરુમાં થશે. જ્યાં આ બંનેના લગ્ન થઈ રહ્યા છે. ત્યાં ગયા સપ્તાહથી વિવાહ સમારંભ પણ શરૂ થઈ ગયો છે. રવિવારે રણવીરના મુંબઈવાળા ઘરમાં હલ્દી સમારંભ આયોજિત કરવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
