કાજલ અગ્રવાલ કયા બિઝનેસમેન સાથે કરી રહી છે ઘડિયા લગ્ન? જાણો કોણ છે તેનો ભાવિ પતિ?

બધાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે છેવટે કાજલ જેને દિલ દઈ બેઠી એ વ્યક્તિ કોણ છે? જાણો અહીં.

મુંબઈઃ સિંઘમ ફેમ કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી અચાનક લગ્નના સમાચારો પર પુષ્ટિ લગાવી દીધી છે. કાજલ અગ્રવાલે જણાવ્યુ કે તે 30 ઓક્ટોબર 2020એ ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ એલાન બાદ બધાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે છેવટે કાજલ જેને દિલ દઈ બેઠી એ વ્યક્તિ કોણ છે? વાસ્તવમાં કાજલ જે બિઝનેસમેન સાથે લગ્ન કરવાની છે તેમનુ નામ ગૌતમ કિચલુ છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નથી.

30 ઓક્ટોબરે ગૌતમ કિચલુ સાથે લગ્ન

30 ઓક્ટોબરે ગૌતમ કિચલુ સાથે લગ્ન

કાજલ અગ્રવાલે 6 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરી. જેનુ ટાઈટલ હતુ, મે હા પાડી દીધી... આ પોસ્ટ પર તેણે જણાવ્યુ કે કોરોના મહામારીએ બેશક આપણી ખુશીઓને ઘટાડી દીધી હોય પરંતુ આપણે હંમેશા આપણા નવા જીવન માટે ઉત્સાહિત હોય છે. તમને સૌને આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે હું 30 ઓક્ટોબરે ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છુ.

ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની રહેશે

ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની રહેશે

અભિનેત્રીએ આગળ લખ્યુ છેલ્લા અમુક વર્ષોમાં તમે બધાએ મારા પર જે પ્રેમ વરસાવ્યો છે તેના માટે હું આભારી છુ. હું ઈચ્છુ છે કે મારી નવી યાત્રામાં પણ બધા ફેન્સને વડીલોના આશીર્વાદ મળતા રહે. કાજલે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યુ કે તે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની રહેશે અને આ જ રીતે આગળ પણ ફેન્સનુ મનોરંજન કરતી રહેશે. વળી, આગળ તેણે ફેન્સ તેમજ પ્રશંસકોનો આભાર માન્યો.

કોણ છે ગૌતમ કિચલુ

કોણ છે ગૌતમ કિચલુ

ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે. તે ઈન્ટીરિયર ડિઝાઈન અને હોમ ડેકોર સાથે સંકળાયેલ બિઝનેસ સંભાળે છે. આ સાથે ગૌતમ ઈ-કૉમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'ના ફાઉન્ડર પણ છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ આ પહેલા ક્યારેય રિલેશનના સમાચારને લઈને ચર્ચામાં નથી રહ્યા. મંગળવારે અચાનક કાજલે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરીને ફેન્સને અચરજમાં મૂકી દીધા. વળી, ગૌતમ ગ્લેમરસની ઝાકમઝોળથી દૂર જ જોવા મળે છે. તે કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા નથી.

સોશિયલ મીડિયા પર ગૌતમ કિચલુ

સોશિયલ મીડિયા પર ગૌતમ કિચલુ

ગૌતમ કિચલુના સોશિયલ મીડિયા અકાઉન્ટને જોઈએ તો તેમણે પોતાના આર્ટ પીસના ફોટા શેર કર્યા છે. આ ઉપરાંત અમુક ફોટો પાર્ટી અને તેમના વેકેશન સાથે જોડાયેલા છે. આ પોસ્ટમાં તે ડિઝાઈન ફર્નિચલ, લક્ઝરી આઈટમ, પેઈંટીંગ વગેરેના ફોટા પણ શેર કર્યા છે. તે ડિઝાઈનિંગ ઉપરાંત આ પ્રોડ્ક્ટસનો બિઝનેસ પણ કરે છે. સોશિયલ મીડિયા પર ગૌતમનુ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ તો નથી પરંતુ આ અકાઉન્ટને તેમનુ ગણાવવામાં આવી રહ્યુ છે. અહીં તેમને 12 હજારથી વધુ લોકો ફૉલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X