કૉફી વિથ કરણ 5:હિસ્ટ્રીના સવાલમાં આલિયા બાદ હવે પ્રિયંકા પણ ગૂંચવાઇ

Written By:
Subscribe to Oneindia News

કૉફી વિથ કરણ ટોક શોની પાંચમી સિઝન ખૂબ જ રસપ્રદ બની રહી છે. કરણ જોહર બોલ્ડ સ્ટેટમેન્ટ્સ કરવા માટે જાણીતા છે, ખાસ કરીને પોતાના ટોક શોમાં તો તે સ્ટાર ગેસ્ટ પાસેથી બને એટલા બોલ્ટ સ્ટેટમેન્ટ્સ કઢાવવાનો પ્રયત્ન કરતો રહે છે.

કરણ જોહરના આ ટોક શોના લેટેસ્ટ એપિસોડમાં ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ આ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડને કિસ કરવાથી માંડીને દરેક વિષય પર ખુલીને વાત કરી હતી. પ્રિંયકાએ ખુલાસો પણ કર્યો હતો કે, તે બ્રેક અપ બાદ પોતાના એક્સ બોયફ્રેન્ડને કિસ કરી ચૂકી છે. આ સિવાય પ્રિયંકા ચોપરાએ બીજા શું ખુલાસા કર્યા તે જાણવા માટે આગળ વાંચતા રહો.

કૉફી શોટ્સ વિથ કરણ

કૉફી શોટ્સ વિથ કરણ

કૉફી શોટ્સ વિથ કરણ નામના સેગમેન્ટમાં માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ કરણ જોહરે પણ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કૉફી શોટ્સ મારતા પ્રિયંકા ચોપરાએ એક્સેપ્ટ કર્યું હતું કે, તે બ્રેક અપ પછી એક્સ બોયફ્રેન્ડને કિસ કરી ચૂકી છે. રમત કંઇક એવી હતી કે, કરણ જોહર પ્રિયંકાને એક સવાલ પૂછતો, જો પ્રિયંકાએ કામ કર્યું હોય તો એણે એક કૉફી શોટ પીવાનો રહે અને જો ના કર્યું તો કૉફી શોટ જવા દેવો. પ્રિયંકાએ ફોન સેક્સ અને બોયફ્રેન્ડ સાથે શાવર જેવા સવાલોના જવાબમાં હામી ભરતા કૉફી શોટ્સ પીધા હતા.

કરણ જોહરના ખુલાસા

કરણ જોહરના ખુલાસા

તો બીજી કરણ જોહરે પણ પોતાના પાર્ટનર સાથે શાવર, પ્રેમમાં દગો થયો હોવાની વાતે હામી ભરતા કૉફી શોટ્સ પીધા હતા. આ જ રમતમાં કરણ જોહરે એ પણ એક્સેપ્ટ કર્યું હતું કે, ઘણીવાર તેણે પોતાના પાર્ટનરનું નામ લેવામાં પણ ભૂલો કરી છે. કોઇ પાર્ટનર સામે પોતાના જૂના પાર્ટનરનું નામ લેવાઇ ગયું હોવાની વાત એક્સેપ્ટ કરતાં તેણે કૉફી શોટ્સ પીધું હતું.

હોલિવૂડ ઓફર્સ

હોલિવૂડ ઓફર્સ

પ્રિયંકાએ પોતાની હોલિવૂડ જર્ની કઇ રીતે સ્ટાર્ટ થઇ તે અંગે પણ અહીં જાણકારી આપી હતી. આ અંગે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, તેમને એબીસી ચેનલ તરફથી પહેલી ઓફર આવી હતી, ત્યારે પ્રિયંકા ગૂંડે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે સમયે પ્રિયંકાએ આ ઓફર નકારી કાઢી હતી, કારણ કે ટીવી સિરિઝ માટે ખાસો સમય કાઢવો પડે એમ હતું. ત્યાર બાદ તેમણે પ્રિયંકાને કન્વિસ કરી કે તેઓ એક-બે સ્ક્રિપ્ટ્સ વાંચે અને પછી નિર્ણય લે. પ્રિયંકાએ લગભગ 25 સ્ક્રિપ્ટ વાંચ્યા પછી ક્વોન્ટિકો માટે હા પાડી હતી.

રેસ અગેન્સ્ટ ટાઇમ

રેસ અગેન્સ્ટ ટાઇમ

આ એપિસોડમાં કરણ જોહરે રેપિડ ફાયર રાઉન્ડની જગ્યાએ રેસ અગેન્સ્ટ ટાઇમ સેગમેન્ટ લોન્ચ કર્યું હતું. જેમાં પ્રિયંકા અઢી મિનિટમાં 20 સવાલના જવાબ આપવાના હતા. કરણ જોહરે આમાં પ્રિયંકા ચોપરાને ત્રણ મુઘલ કિંગના નામ પુછ્યા હતાં, જેમાંથી પ્રિયંકા માત્ર 2 જ કિંગના નામ બોલી શકી. અકબર અને શાહજહાં. જો કે, પ્રિયંકાએ અહીં આલિયા ભટ્ટ જેટલો મોટો ગોટાળો નથી માર્યો.

પહેલું ઓડિશન

પહેલું ઓડિશન

ક્વોન્ટિકો માટે પ્રિયંકા ચોપરાનું ઓડિશન પણ થયું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે આ પ્રિયંકાના કરિયરનું પહેલું ઓડિશન હતું. પ્રિયંકાએ કહ્યું કે, બોલિવૂડ ફિલ્મો માટે ક્યારેય તેમણે ઓડિશન આપવાની જરૂર પડી નહોતી. આથી જ ક્વોન્ટિકોના ઓડિશન સમયે તે ખૂબ જ નર્વસ હતી. પરંતુ તેને ખુશી છે કે તેને ફાઇનલી આ સિરિઝ માટે સિલેક્ટ કરવામાં આવી.

બોલિવૂડ સ્ટારડમ Vs. હોલિવૂડ સ્ટારડમ

બોલિવૂડ સ્ટારડમ Vs. હોલિવૂડ સ્ટારડમ

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ સ્ટારડમ Vs. હોલિવૂડ સ્ટારડમ પર વાત કરતાં કહ્યું કે, બંન્ને જગ્યાના સ્ટારડમમાં ખાસો ફરક છે. બોલિવૂડમાં સ્ટાર્સ જે સ્ટારડમ ભોગવે છે તેનો અલગ જ ચાર્મ છે, એ રીતે બોલિવૂડ સ્ટાર્સ ઘણા લકી કહેવાય. તેણે એમ પણ કહ્યું કે, હોલિવૂડમાં જ્યારે સેટ પર કોઇ ઇન્ડિયન ફેન પ્રિયંકાને મળવા આવતા ત્યારે તેમનો પ્રેમ જોઇને પ્રિયંકાના કો-સ્ટાર્સ હંમેશા આશ્ચર્યચકિત થઇ જતા અને તે મોમેન્ટનો ફોટો પણ લેતા.

રંગભેદનો પણ શિકાર થઇ છે પ્રિયંકા

રંગભેદનો પણ શિકાર થઇ છે પ્રિયંકા

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, ક્વોન્ટિકોના સેટ પર ક્યારેય તેમની સાથે આવો કોઇ ભેદભાવ નથી થયો. પરંતુ ક્યાંક ક્યાંક નાના પ્રમાણમાં તેણે આ ભેદભાવ અનુભવ્યો છે. એક વાર જ્યારે પ્રિયંકા યૂરોપથી ન્યૂ યોર્ક પાછી ફરી રહી હતી ત્યારે ફ્લાઇટમાં તે વોશરૂમ જવા ઊભી થઇ. એક એર હોસ્ટેસે પ્રિયંકા ચોપરાને વોશરૂમ તરફ જતાં રોકી અને તેને પાછળના વોશરૂમમાં જવાનો ઇશારો કરતાં તેને કહ્યું હતું કે આ વોશરૂમ ફર્સ્ટ ક્લાસના પેસેન્જર માટે છે. જ્યારે પ્રિયંકાએ તેને જણાવ્યું કે, તે ફર્સ્ટ ક્લાસ પેસેન્જર જ છે, ત્યારે એર હોસ્ટેસે તરત માફી માંગી હતી.

English summary
Koffee with Karan 5: Priyanka Chopra made surprising revelations.
Please Wait while comments are loading...