Pics : કોલાવેરીની લોકપ્રિયતાનો ફાયદો નહિં મળે : ધનુષ

લખનઉ, 14 જૂન : ફિલ્મ રાંઝણા દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહેલા દક્ષિણના જાણીતા અભિનેતા ધનુષ નથી માનતા કે તેમનું સફળ ગીત કોલાવેરી ડી... આ ફિલ્મની સફળતામાં કોઈ મદદ કરશે.

ધનુષ રાંઝણા ફિલ્મનું પ્રમોશન કરવા માટે લખનઉ આવ્યા હતાં. તેમની સાથે ફિલ્મના અભિનેત્રી સોનમ કપૂર પણ હતાં. ધનુષે જણાવ્યું - કોલાવેરી ડી... ગીત આવ્યું અને દેશ-દુનિયામાં ધૂમ મચાવી જતુ રહ્યું. તેનો ઉદ્દેશ પૂરો થઈ ગયો. રાંઝણાને કોલાવેરી ડી...થી નહીં, પણ તેની આખી ટીમની મહેનતથી સફળતા મળશે.

ધનુષે જણાવ્યું - ફિલ્મમાં હું એક ઉત્તર ભારતીય છોકરા જેવો દેખાઉ છું. પોતાના માત્ર માટે મેં ખૂબ મહેનત કરી. હિન્દી પણ શીખી. બનારસી છોકરાનો રૂપ આપવાનો શ્રેય હું દિગ્દર્શક આનંદ એલ રાય તથા લેખક હિમાંશુ શર્માને આપીશ કે જેમણે મારી મદદ કરી. રજનીકાંતના જમાઈ ધનુષનું કહેવું છે કે રાંઝણા બાદ તેમની પાસે અનેક હિન્દી ફિલ્મોના પ્રસ્તાવો છે, પણ તેઓ રાંઝણાના પ્રદર્શન ઉપરથી જ નક્કી કરશે કે તેમને બૉલીવુડ ફિલ્મોમાં કયા પ્રકારની ભૂમિકા કરવાની છે.

આવો તસવીરો સાથે જાણીએ ધનુષે વધું શું કહ્યું :

નાયક નહિં, અભિનેતા છું

નાયક નહિં, અભિનેતા છું

ધનુષ કહે છે - હું ઇચ્છુ છું કે લોકો મને એક બહેતરીન અભિનેતા તરીકે જાણે કે જે પોતાના પાત્રો સાથે પુરતો ન્યાય કરે છે. હું નાયક નહિં, પણ એક અભિનેતા છું અને ચાહુ છું કે હું એ જ હું લાગુ.

હિન્દી ફિલ્મો નથી જોતો

હિન્દી ફિલ્મો નથી જોતો

રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ધનુષનું કહેવું છે કે તેઓ હિન્દી ફિલ્મ બહુ નથી જોતાં. તેમણે ચુનંદા હિન્દી ફિલ્મો જ જોઈ છે.

સલમાન-રણબીર ફેવરિટ અભિનેતા

સલમાન-રણબીર ફેવરિટ અભિનેતા

ધનુષને બૉલીવુડ અભિનેતાઓમાં સલમાન ખાન તેમજ રણબીર કપૂર પસંદ છે અને આમિર ખાન અભિનીત દિલ ચાહતા હૈ મનપસંદ ફિલ્મ છે.

સોનમ છે હીરોઇન

સોનમ છે હીરોઇન

ધનુષની પ્રથમ હિન્દી ફિલ્મમાં હીરોઇન સોનમ કપૂર છે. સોનમ કહે છે કે તેઓ નેચરલ અભિનેત્રી છે.

બનારસી યુવાનનો રોલ

બનારસી યુવાનનો રોલ

ધનુષે જણાવ્યું - ફિલ્મમાં હું એક ઉત્તર ભારતીય છોકરા જેવો દેખાઉ છું. પોતાના માત્ર માટે મેં ખૂબ મહેનત કરી. હિન્દી પણ શીખી. બનારસી છોકરાનો રૂપ આપવાનો શ્રેય હું દિગ્દર્શક આનંદ એલ રાય તથા લેખક હિમાંશુ શર્માને આપીશ કે જેમણે મારી મદદ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X