કોંકણા સેન શર્મા ઉજવે છે જન્મ દિવસ : જુઓ તસવીરો
મુંબઈ, 3 ડિસેમ્બર : જાણીતા ફિલ્મ દિગ્દર્શક અપર્ણા સેનના પુત્રી અને બૉલીવુડ અભિનેત્રી કોંકણા સેન શર્મા આજે 34મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. જોકે એક બાજુ કોંકણાનું ફિલ્મી કૅરિયર બહુ સારૂ નથી ચાલી રહ્યું, તો બીજી બાજુ તેમના અંગત જીવનમાં પણ ખૂબ જ હલચલ મચેલી છે.
કોલકાતા ખાતે 3જી ડિસેમ્બર, 1979ના રોજ અપર્ણા સેન તથા મુકુલ શર્માને ત્યાં જન્મેલા કોંકણા સેન શર્માએ રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ બંને વચ્ચે સંબંધો તૂટવાની અણીએ પહોંચી ચુક્યાં છે. કોંકણા સેન શર્મા આજે 34 વર્ષના થઈ ગયાં છે. એક્ટિંગનો આરંભ કોંકણાએ એક અલગ ટ્રેંડ સાથે કર્યો હતો. સામાન્ય રીતે હીરોઇન રોમાંટિક તેમજ લાઇટ રોલ સાથે અભિનય ક્ષેત્રે ઝંપલાવે છે, પણ કોંકણાએ પોતાની પ્રથમ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ અય્યરમાં એક માતા અને પછી 15 પાર્ક એવેન્યુમાં એક ગાંડી છોકરીનો રોલ કર્યો હતો. જોકે આ તેમની પ્રથમ ફિલ્મ નહોતી, કારણ કે સ્ટાર ડૉટર હોવાના કારણે તેમને બ્રેક તો બાળપણમાં જ મળી ગયુ હતું કે જ્યારે તેમણે ઇંદિરા ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.
કોંકણા સેન શર્મા છેલ્લે એકતા કપૂર નિર્મિત એક થી ડાયન ફિલ્મમાં નજરે પડ્યા હતાં. ચાલો તસવીરો સાથે જણાવીએ કોંકણા સેન શર્મા વિશે વધુ વિગતો :

સ્ટાર ડૉટર
કોંકણા સેન શર્મા સ્ટાર ડૉટર છે. તેમના પિતા મુકુલ શર્મા પ્રસિદ્ધ લેખક અને પત્રકાર છે, તો માતા અપર્ણા સેન જાણીતા ફિલ્મ દિગ્દર્શક છે.

કોલકાતા-દિલ્હીમાં અભ્યાસ
કોંકણાનો પ્રારંભિક અભ્યાસ કોલકાતામાં થયો, પણ તેમણે સ્નાતકની ડિગ્રી દિલ્હીની સેંટ સ્ટિફન કૉલેજ ખાતેથી હાસલ કરી.

અભિયનનો શોખ
કોંકણા સેન શર્માને પહેલાથી જ રંગભૂમિ સાથે જોડાઈ રહેવાનો શોખ હતો. તેમણે દિલ્હીમાં અભ્યાસ દરમિયાન અનેક વખત નુક્કડ નાટકોમાં ભાગ લીધો. તેઓ દિલ્હીની એક નાટક મંડળી સાથે પણ જોડાયેલા રહ્યાં.

ફિલ્મી ક્ષેત્રે ઝંપલાવ્યું
સને 2001માં કોંકણા સ્નાતકની ડિગ્રી હાસલ કર્યા બાદ કોલકાતા પરત ફર્યાં અને પછી ફિલ્મી ક્ષેત્રે ઝંપલાવ્યું.

માત્ર બૉલીવુડ માટે નહીં
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોંકણા સેન શર્મા એમ તો બૉલીવુડના જાણીતા કલાકારોમાંના એક છે, પણ તેઓ હજી સંતુષ્ટ નથી. તેમનું માનવું છે કે તેઓ માત્ર બૉલીવુડ ફિલ્મો માટે નથી બન્યાં.

બંગાળી ફિલ્મથી શરુઆત
કોંકણા અંગ્રેજી તથા બંગાળી ફિલ્મો સાથે પણ જોડાયેલા છે. બંગાળી ફિલ્મ એક જે અચ્ચે કાન્યા સાથે તેમણે ફિલ્મી કૅરિયર શરૂ કર્યું અને રિતુપર્ણો ઘોષની અંગ્રેજી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ અય્યરમાં પણ તેમણે કામ કર્યું છે.

પેજ થ્રી પ્રથમ બૉલીવુડ ફિલ્મ
કોંકણા સેન શર્માએ મધુર ભંડારકરની ફિલ્મ પેજ થ્રી સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો કે જે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ રહી હતી.

એક થી ડાયન
ઓમકારા, લાઇફ ઇન ઍ મેટ્રો, વેક અપ સિડ તથા સાત ખૂન માફ જેવી ફિલ્મો કરનાર કોંકણાની છેલ્લી ફિલ્મ એક થી ડાયન હતી. તેમની પાસે અમાવસ, ગુલેલ અને સનગ્લાસ જેવી ફિલ્મો છે.

રણવીર સાથે અચાનક લગ્ન
વર્ષ 2010માં લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનમાં રહેનાર કોંકણા અને રણવીરે અચાનક લગ્ન કરી લીધા હતાં. અચાનક થયેલ લગ્નથી સૌ આશ્ચર્યમાં હતાં. લગ્ન અંગેની માહિતી કોંકણાએ ટ્વિટર દ્વારા લોકોને આપી હતી.

બાળક પણ અચાનક
હજુ તો લોકો આ અચાનક થયેલ લગ્ન અંગે જ વિચારતા હતાં કે અચાનક બીજા સમાચાર આવ્યાં કે કોંકણાએ પુત્રને જન્મ આપ્યો છે. લોકોએ અટકળો લગાવી કે ક્યાંક બાળક જ તો રણવીર-કોંકણાના ઉતાવળિયા લગ્નનું કારણ તો નહોતું?

સંબંધો વણસ્યા
કોંકણાના રણવીર સાથે લગ્ન 3જી સપ્ટેમ્બર 2010ના રોજ થયા હતાં અને 2011માં કોંકણાએ રણવીરના બાળકને જન્મ પણ આપ્યો હતો. તેનું નામ હારૂન છે, એમ તો રણવીર અને કોંકણા ઘણા જુના અને સારા મિત્રો છે, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી બંને વચ્ચેના સંબંધો વણસ્યા છે.

કોણ છે રણવીર?
રણવીરના જીવનમાં કોંકણા અગાઉ મૉડેલ પૂજા હતી. રણવીર પૂજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતાં, પરંતુ ફાઇનલી તેમના લગ્ન તેમની સારી મિત્ર કોંકણા સેન શર્મા સાથે થયાં. રણવીરે પોતાનું કરિયર એક છોટી સી લવ સ્ટોરી સાથે શરૂ કર્યુ હતું, પરંતુ તેઓ ફિલ્મ ખોસલા કા ઘોસલા અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ દ્વારા પ્રસિદ્ધિ પામ્યાં. રણવીરે સિંઘ ઈઝ કિંગ, જિસ્મ તેમજ આજા નચલે જેવી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યાં છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
