શું કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચે થઈ તકરાર? શોની આગલી સિઝન વિશે 'સપના'એ તોડ્યુ મૌન
સપનાએ એટલે કે કૃષ્ણા અભિષેકે મૌન તોડ્યુ છે. કૃષ્ણાએ ચાહકોને સ્પષ્ટ કરી દીધુ છે કે આખરે શોમાં શું ચાલી રહ્યુ છે.
મુંબઈઃ 'ધ કપિલ શર્મા શો'ને લઈને ચાહકોનુ એક્સાઈટમેન્ટ સતત વધી રહ્યુ છે. શોના પાત્રો પણ ફેન્સની જાન છે. ગત દિવસોમાં 'સપના'ના પાત્રથી શોમાં ખાસ ઓળખ બનાવનાર કૃષ્ણા અભિષેક વિશે એવી ખબરો આવી રહી હતી કે તેની અને કપિલ શર્મા વચ્ચે અણબનાવ છે જેના કારણે તે શો છોડી શકે છે. આવી સ્થિતિમાં ચાહકો પણ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા હતા કે તેમની પ્રિય 'સપના' હવે શોમાં દેખાશે નહિ. જો કે, આખરે આ તમામ સમાચારો પર હવે સપનાએ એટલે કે કૃષ્ણા અભિષેકે મૌન તોડ્યુ છે. કૃષ્ણાએ ચાહકોને સ્પષ્ટ કરી દીધુ છે કે આખરે શોમાં શું ચાલી રહ્યુ છે.

સપનાએ બનાવી ખાસ ઓળખ
કૃષ્ણા અભિષેકે કપિલ શર્મા શોમાં 'સપના'નુ પાત્ર ભજવીને એક ખાસ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં સપનાની શોમાં એન્ટ્રી કંઈક અલગ જ છાપ છોડી જાય છે. દર્શકોના પ્રિય કપિલ શર્મા શોની બીજી સિઝન સાથે કમબેક કરવા જઈ રહ્યા છે. પરંતુ આ સિઝનમાં ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક જોવા મળશે નહિ. આવી સ્થિતિમાં કૃષ્ણા અને કપિલ વચ્ચે અણબનાવના સમાચાર હેડલાઇન્સમાં હતા.
કૃષ્ણાએ તોડ્યુ મૌન
હવે આખરે કૃષ્ણા અભિષેકે આ તમામ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કૃષ્ણાએ કહ્યુ કે કપિલ શર્મા તેનો શો છે. પાપારાઝી સાથેની વાતચીતમાં કોમેડિયને કહ્યુ કે 'કપિલ અને હું આજે રાત્રે સાથે ઑસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ. શું છે તે ખબર નથી. અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ મારો શો પણ છે.. હું ફરી પાછો આવીશ.'

નવા અવતારમાં આવશે શો
તમને જણાવી દઈએ કે અગાઉ ઓગસ્ટમાં કૃષ્ણા અભિષેકે કહ્યુ હતુ કે તેની અને મેકર્સ વચ્ચેના કરારને કારણે તે શોની આગામી સીઝનનો ભાગ નહિ બને. પિંકવિલાની નજીકના એક સૂત્રએ માહિતી આપી હતી કે 'ધ કપિલ શર્મા શો'ની નવી સિઝનમાં તે સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. મેકર્સ તેમાં કેટલાક ફેરફાર કરશે.

2018થી શો સાથે જોડાયેલો
કૃષ્ણા અભિષેક વર્ષ 2018થી આ શો સાથે જોડાયેલા છે. સપના બ્યુટી પાર્લરની માલિક બનીને કૃષ્ણા ચાહકોને ખૂબ હસાવે છે. આ સાથે તે પીઢ અભિનેતા ધર્મેન્દ્રની પણ સારી મિમિક્રી કરે છે. જ્યારે આગામી સિઝન માટે અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કૃષ્ણાએ કહ્યુ કે હમણા નહિ.












Click it and Unblock the Notifications
