Pics : અમિતાભના ભત્રીજી નૈનાનું કુણાલ સાથે સગપણ!

મુંબઈ, 7 જાન્યુઆરી : અભિનેતા કુણાલ કપૂરે તાજેતરમાં એક ખાનગી સમારંભ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ નૈના બચ્ચન સાથે સગણ કરી લીધું છે. નૈના અમિતાભ બચ્ચનના ભત્રીજી છે અને આ સાથે જ કુણાલ હવે અમિતાભના જમાઈ બની ગયાં છે.

નૈના બચ્ચન અમિતાભના નાના ભાઈ અજિતાભ બચ્ચનના પુત્રી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુણાલ-નૈના છેલ્લા બે વરસથી એક-બીજાને જાણતા હતાં અને ડેટિંગ કરતા હતાં. બંને એક-બીજાની એક કૉમન ફ્રેન્ડના માધ્યમથી મળ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ નૈના બચ્ચન અને કુણાલ કપૂરના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે, પરંતુ પરિવારના લોકો હાલ આ બાબતને દબાવી રાખવા માંગે છે. કુણાલ અને નૈના 5મી ફેબ્રુઆરીની રાત્રે અભિષેક બચ્ચનની જન્મ દિવસની પાર્ટીમાં પણ સાથે દેખાયા હતાં.

ચાલો કુણાલ-નૈનાની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હું અને નૈના ખુશ છીએ

હું અને નૈના ખુશ છીએ

કુણાલ કપૂરે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યુ હતું - નૈના અને હું સાથે છીએ અને બહુ ખુશ છીએ તથા અમે તેને જાળવી રાખવાનો ઇરાદો ધરાવીએ છીએ.

દિલ્હીમાં દેખાયાં

દિલ્હીમાં દેખાયાં

ગત વર્ષે કુણાલ-નૈના દિલ્હીમાં નૈનાના માતા રોમાલ બચ્ચન દ્વારા યોજાયેલ એક ઇવેંટમાં સાથે દેખાયા હતાં.

કુણાલ-અભિષેક મિત્ર

કુણાલ-અભિષેક મિત્ર

કુણાલ કપૂર નૈનાના પિતરાઈ ભાઈ અભિષેક બચ્ચનના સારા મિત્ર છે. કુણાલ-નૈના બુધવારે રાત્રે યોજાયેલ અભિષેકની બર્થ ડે પાર્ટીમાં સાથે આવ્યા હતાં.

ફિલ્મમાં સાથે

ફિલ્મમાં સાથે

કુણાલ-અભિષેકે 2007માં લાગા ચુનરી મેં દાગ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.

ઇન્વેસ્ટમેંટ બૅંકર નૈના

ઇન્વેસ્ટમેંટ બૅંકર નૈના

અજિતાભ અને રમોલા બચ્ચનના પુત્રી નૈના બચ્ચન એક ઇન્વેસ્ટમેંટ બૅંકર છે. નૈના અજિતાભ-રમોલાના ચાર સંતાનોમાંના એક છે.

અમિતાભના ભત્રીજી

અમિતાભના ભત્રીજી

નૈના બચ્ચન બિગ બી અમિતાભ બચ્ચનના ભત્રીજી અને અભિષેક બચ્ચનના પિતરાઈ બહેન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X