રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'કુશી'નુ ટ્રેલર રીલિઝ, સામંથા અને વિજય દેવરકોંડાની અદ્ભૂત કેમેસ્ટ્રી, જુઓ Video
Kushi Trailer Out: સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ છેલ્લા કેટલાક સમયથી પોતાના કામમાંથી બ્રેક લીધો છે અને તે પોતાને આરામ આપી રહી છે. અહેવાલ છે કે આ મહિનાના અંત સુધીમાં સમંથા રૂથ પ્રભુ પોતાની ગંભીર બીમારીની સારવાર માટે અમેરિકા જવા રવાના થશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સામંથાએ લગભગ એક વર્ષથી પોતાના કામમાંથી બ્રેક લીધો છે. આ દરમિયાન સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ 'કુશી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા સામંથા તેના ચાહકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ફિલ્મ 'કુશી' એક લવ સ્ટોરી છે જેમાં સામંથા સ્ક્રીન પર સાઉથના પ્રખ્યાત અભિનેતા વિજય દેવરકોંડા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમા હોલમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લોકો ફિલ્મનું ટ્રેલર પણ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર જોયા બાદ લોકો આ ફિલ્મની તુલના બૉલિવુડ ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' સાથે કરી રહ્યા છે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે ફિલ્મના લીડ હીરો વિજય દેવરાકોંડા અને લીડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કાશ્મીરમાં મળે છે. અહીં સામંથા બુરખામાં જોવા મળી રહી છે. વિજય દેવરાકોંડા તેને બેગમ કહે છે અને પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી જાય છે. તે જ સમયે, સામંથાને શરૂઆતમાં તેનું વર્તન ગમતું નથી. તે તેની અવગણના કરતી જોવા મળે છે. પરંતુ પછી વાર્તા આગળ વધે છે અને એક દિવસ સામંથા જાહેર કરે છે કે તે બેગમ નથી પરંતુ બ્રાહ્મણ પરિવારની છોકરી છે.
આ પછી સામંથા અને વિજય દેવરકોંડા તેમના માતા-પિતાને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જાતિના તફાવતને કારણે છોકરીના માતા-પિતા સંમત થતા નથી. 2 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે સામંથાને તેના પિતા ઘરની બહાર ફેંકી દે છે. સામંથા તેના પિતાને કહે છે કે પ્રેમ એક સાથે જીવન પસાર કરવા માટે પૂરતો છે અને તે તેને સાબિત કરશે. જુઓ ટ્રેલર-
ટ્રેલરમાં જોઈ શકાય છે કે વિજય અને સામંથાએ કોર્ટમાં લગ્ન કરી લીધા અને અલગ-અલગ ઘરમાં રહેવા લાગ્યા. જો કે લગ્ન બાદ તેમના સંબંધો બગડવા લાગે છે. બંને વચ્ચે ઝઘડો શરૂ થાય છે. વિજય દેવરકોન્ડા તેની પત્નીને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ સામંથાની મૂંઝવણ તેમના સંબંધોને બગાડવા લાગે છે.
આખરે વસ્તુઓ ખૂબ જ ટૉક્સિક બની જાય છે અને સામંથા તેના પતિ વિજયને કહે છે કે તે ક્યારેય સમજી શક્યો નથી કે તેની પત્ની શું ઈચ્છે છે. ટ્રેલર જોયા બાદ લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
