For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ NCBએ જયા સાહા સહિત 4 લોકોને મોકલી નોટિસ, રિયાની ન્યાયિક કસ્ટડી ખતમ

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સામે આવેલ ડ્રગ્ઝ કનેક્શન વિશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ પોતાની તપાસની સીમા વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સામે આવેલ ડ્રગ્ઝ કનેક્શન વિશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ પોતાની તપાસની સીમા વધારી દીધી છે. આ કડીમાં એનસીબીએ મંગળવારે (22 સપ્ટેમ્બર) પૂછપરછ માટે ક્વૉન એજન્સીના સીઈઓ ધ્રુવ, જયા સાહ અને બે અન્ય લોકોને નોટિસ મોકલી છે. ડ્રગ્ઝ મામલે ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીની 14 દિવસની ન્યાયિક કસ્ટડી આજે (22 સપ્ટેમ્બર) ખતમ થઈ રહી છે. રિયા ચક્રવર્તીની એનસીબીએ 9 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.

deepika

દીપિકા પાદુકોણની મેનેજરને પણ NCBએ પૂછપરછ માટે બોલાવી

NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણને મેનેજર કરિશ્મા પ્રકાશને પણ પૂછપરછ માટે બોલાવી છે. તપાસ સંબંધિત એક સીનિયર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીએ કહ્યુ, 'અમે કરિશ્મા પ્રકાશને નોટિસ મોકલી છે, જે ક્વૉન કંપનીના મેનેજર તરીકે કામ કરે છે. માટે અમે તેના સીઈઓ ધ્રુવને પણ બોલાવ્યા છે.' અધિકારીએ કહ્યુ કે તેમને અમુક વૉટ્સએપ ચેટમાં પુરાવા મળ્યા છે કે દીપિકા કથિત રીતે ડ્રગ કેસમાં શામેલ છે.

જયા સાહા સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેવી રીતે જોડાયેલી છે?

જયા સાહાની રિયા ચક્રવર્તી સાથે અમુક વૉટ્સએપ ચેટ મળી છે. જેમાં તે ગેરકાયદે ડ્રગ્ઝ વિશે ચર્ચા કરી રહી છે. એ ચેટમાં એકમાં જયા સાહા રિયાને સીબીડી ઑઈલ લેવાની રીત વિશે જણાવી રહી છે. જયા સાહા કહે છે, 'કૉપી, ચા કે પાણીમાં 4 ટીપાંનો ઉપયોગ કર અને તેને પીવા આપી દે. તેને કિક કરવા માટે 30-40 મિનિટ આપ.' અહીં એનસીબી એમ માનીને ચાલી રહી છે કે સીબીડી ઑઈલ જેને પીવા માટે આપવાની વાત થઈ રહી છે તે સુશાંત સિંહ રાજપૂત હતા.

રિયા ચક્રવર્તીની 14 દિવસની ન્યાયિક કસ્ટડી આજે ખતમ

રિયા ચક્રવર્તીને એનસીબીએ 9 સપ્ટેમ્બરે કસ્ટડીમાં લીધી હતી. રિયાની 14 દિવસની ન્યાયિક કસ્ટડી આજે(22 સપ્ટેમ્બરે) ખતમ થઈ રહી છે. રિયા ભાયખલ્લા જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં હતી. રિયા પર એનડીપીએસ એક્ટ હેઠળ એનસીબીએ કેસ કર્યો છે. જો તે દોષી જણાઈ તો તેેને 10 વર્ષની જેલની સજા થશે. રિયાએ ખુદના ડ્રગ્ઝ લેવાની વાત કબૂલી લીધી છે. રિપોર્ટ મુજબ તેણે 25 બૉલિવુડ સેલેબ્ઝના નામ પણ લીધા છે જે ડ્રગ્ઝ લેવામાં શામેલ હતા. આ જ કારણ છે કે એનસીબી શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિત ઘણા સેલેબ્ઝને નોટિસ જારી કરી શકે છે.

માંગો પૂરી ન થાય ત્યાં સુધી વિપક્ષનો ચોમાસુ સત્ર બહિષ્કારમાંગો પૂરી ન થાય ત્યાં સુધી વિપક્ષનો ચોમાસુ સત્ર બહિષ્કાર

English summary
KWAN Agency CEO Dhruv Chitgopekar, Jaya Saha and two others summons by NCB Rhea’s 14-day judicial custody ends today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X