લતાજીનો અવાજ મધ જેવો મીઠો છે: અમિતાભ બચ્ચન
મુંબઇ, 27 સપ્ટેમ્બર: બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પાર્શ્વ ગાયિકા લત્તા મંગેશકરને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતાં એક વાક્યનો ઉલ્લેખ કર્યો. અમિતાભે કહ્યું કે મેં એકવાર મારા પિતાજીને પૂછ્યું હતું કે લતા દીદી વિશે તમારા શું વિચાર છે? આ મુદ્દે તેમને કહ્યું હતું કે તેમનો અવાજ મધ જેવો મીઠો છે, જેની લહેર ક્યારેય તૂટી ન શકે.
અમિતાભે તેમના જન્મદિવસ પર કહ્યું હતું કે આપણે બધા ઇચ્છીએ છીએ કે લતા દીદી ચિરાયુ થાય અને યુગો યુગો સુધી આપણને તેમના સંગીતથી ધન્ય કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત રત્નથી સુશોભિત લતા મંગેશકરનો 84મો જન્મદિવસ હતો. તે ભલે પોતાનો જન્મદિવસ ઉજવતી ના હોય પરંતુ તેમના ચાહકો તેમને યાદ કરે છે.
એકવાર લતા મંગેશકરે મીડિયાને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'મને મારો જન્મદિવસ ઉજવવો પસંદ નથી.' તે ફિલ્મોમાં પાર્શ્વગાયન કરતી નથી, પરંતુ તેમના ગીત હંમેશા સંગીત પ્રેમીઓના અંતરઆત્મામાં અમર રહેશે. ઘણીવાર તેમની તુલના તેમની બહેન આશા ભોંસલે સાથે કરવામાં આવી છે અને તેમની વચ્ચે મનભેદ હોવાના સમાચાર પણ આવ્યા છે, પરંતુ આશા ભોંસલેએ પોતે કહ્યું હતું કે લતા મંગેશકર તેમની કરતાં સારી ગાયિકા છે, તેમને મનભેદ હોવાની વાતને પણ નકારી કાઢી હતી.

પોતાના અપરણિત રહેવના મુદ્દે લતા મંગેશકરનું કહેવું છે કે ઘરમાં બધાની જવાબદારીઓ મારી ઉપર હતી, એટલા માટે મેં ઘણી નાની ઉંમરમાં જ કામ શરૂ કરી દિધું હતું. મેં વિચાર્યું હતું કે પહેલાં બધાને વ્યવસ્થિત કરી દઉ પરંતુ આમ કરતાં કરતાં સમય નિકળતો ગયો. આ દરમિયાન કેટલીય વાર લગ્નનો વિચાર આવ્યો પણ મેં તેના પર અમલ કર્યો નહી.












Click it and Unblock the Notifications
