Lok Sabha Election : બોલિવૂડની આ બોલ્ડ હસીના ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી શકે છે, જાણો કોણ છે આ અભિનેત્રી?
લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે બોલિવૂડની એક બોલ્ડ હસીના બિહારથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
અહેવાલો અનુસાર, લોકસભા ચૂંટણીમાં બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા બિહારના રાજકારણમાં બોલ્ડનેસનો તડકો મારી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય અને અભિનેત્રીના પિતા અજીત શર્માએ આ સંકેત આપ્યા છે.

શનિવારે અજિત શર્માએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં બોલીવુડ અભિનેત્રી અને મોડલ નેહા શર્માની રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે.
બિહારના ભાગલપુરના વિધાનસભ્ય અજીત શર્માએ કહ્યું કે જો તેમની પાર્ટીને મહાગઠબંધનની બેઠક વહેંચણીની ચર્ચા બાદ આ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળશે તો તેમની પુત્રીને આ બેઠક પરથી ટિકિટ મળી શકે છે.
અજય શર્માએ કહ્યું કે, ભાગલપુર સીટ કોંગ્રેસને મળવી જોઈએ કારણ કે તે અમારો ગઢ છે, સીટ વહેંચણી પર વાતચીત ચાલી રહી છે. જો અમને આ બેઠક મળે તો પાર્ટી હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે કોણ ચૂંટણી લડી શકે છે.
તેમણે કહ્યું કે, જો પાર્ટી મને પૂછશે તો હું ચૂંટણી લડીશ કે કદાચ મારી દીકરી નેહા શર્મા આ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. આપણે રાહ જોવી પડશે.
એનડીએ સામે ઈન્ડિયા બ્લોકની લડાઈની સંભાવનાઓ અંગે શર્માએ કહ્યું કે તેમને કોંગ્રેસની જીતનો વિશ્વાસ છે અને તેઓ બિહારમાંથી ભાજપનો સફાયો કરશે.












Click it and Unblock the Notifications
