અને એક દિવસ માટે હિન્દી પ્રેમી બન્યાં ધનુષ
મુંબઈ, 25 એપ્રિલ : તામિળ ફિલ્મ અભિનેતા ધનુષની પ્રથમ હિન્દી ફિલ્મ રાંઝણાનું ટ્રેલર મંગળવાર મધ્યરાત્રિએ લૉન્ચ થવાનું હતું અને તેથી તેમણે લૉન્ચિંગ પ્રસંગે હિન્દીમાં વાત કરવાનું નક્કી કર્યું.

ધનુષે મંગળવારે ટ્વિટર ઉપર લખ્યું - આજે મારા માટે મોટો દિવસ છે. રાંઝણાની પ્રારંભિક ઝલક રાત્રે 12 વાગ્યે લૉન્ચ થશે. આજે હું હિન્દીમાં જ વાત કરીશ.
રાંઝણા ફિલ્મમાં ધનુષ સાથે અભિનેત્રી સોનમ કપૂર છે. ઉપરાંત અભય દેઓલ, સ્વરા ભાસ્કર, દીપક ડોબરિયાલ તેમજ મહોમ્મદ જિશાન અયુબે પણ ફિલ્મમાં અભિનય કર્યું છે. ઇરોઝ ઇન્ટરનેશનલ નિર્મિત તથા આનંદ એલ. રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મનું સંગીત ઑસ્કાર વિજેતા એ આર રહેમાનનું છે.












Click it and Unblock the Notifications
