For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lucknow Girl Case: કેબ ડ્રાઈવરના સપોર્ટમાં આવી રાખી સાવંત, વીડિયો શેર કરીને યુવતીને આપી આ ચેલેન્જ

રાખી સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુક પર વીડિયો શેર કરીને મારપીટ કરનાર યુવતીને જોરદાર ખરીખોટી સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પ્રિયદર્શીની નારાયણ યાદવના નામની એક યુવતી દ્વારા કેબ ડ્રાઈવરની મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલાએ તૂલલ પકડી લીધુ છે. જ્યાં સોશિયલ મીડિયા પર લોકો યુવતીની ધરપકડની માંગ કરી રહ્યા છે ત્યાં હવે આ મામલે બૉલિવુડ અભિનેત્રી રાખી સાવંત પણ કેબ ડ્રાઈવર સઆદત અલીના સપોર્ટમાં આવી ગઈ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુક પર વીડિયો શેર કરીને મારપીટ કરનાર યુવતીને જોરદાર ખરીખોટી સંભળાવી છે. એટલુ જ નહિ રાખી સાવંતે યુવતીને ચેલેન્જ પણ આપી દીધી છે.

શું કહ્યુ રાખી સાવંતે

શું કહ્યુ રાખી સાવંતે

બૉલિવુડ અભિનેત્રી રાખી સાવંતે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર વીડિયો શેર કરીને કહ્યુ, 'છોકરી છે તો શું કોઈ પણ ફાયદો ઉઠાવી લેશે. નિર્દોષ લોકોને મારશે. જે ઓલા અને ઉબરના ડ્રાઈવર હતો તેને પકડીને માર્યો છે. અરે તને કરાટે રમવાનો આટલો જ શોખ હોય તો ખલી છે ને ધ ગ્રેટ ખલી મારો ભાઈ તેની સાથે આવીને બે-બે હાથ કર. તુ નવુ-નવુ કરાટે શીખી હોય તે નિર્દોષને કેમ મારે છે, મારી સામે આવ તારા ટાંગા તોડી નાખીશ. નિર્દોષ માણસ અને ડ્રાઈવરોને કેમ મારે છે. તને શરમ આવવી જોઈએ. ખલીનો એક હાથ પડશેને તો તુ પડી જઈશ.'

છોકરીઓ માટે કાયદા બન્યા હોય તો તેના ગેરલાભ ના ઉઠાવો

રાખી સાવંતે આગળ કહ્યુ, 'છોકરી માટે કાયદો બનાવવામાં આવ્યો છે તો તેને ગેરલાભ ના ઉઠાવો. તમને શરમ આવવી જોઈએ. જો છોકરાએ કંઈ ખોટુ ના કર્યુ હોય તો છોકરીઓને પોતાના હાથમાં કાયદો લેવાનો કોઈ અધિકાર નથી. હું દેશની જનતાને પ્રાર્થના કરુ છુ કે જે ડ્રાઈવરે છોકરીને માર્યુ છે તે ડ્રાઈવરનુ આપણે બધા સમ્માન કરીએ. કારણકે એ મારો ભાઈ હતો. કોઈ છોકરીને એ અધિકાર નથી કે કોઈને પણ રસ્તા વચ્ચે મારે. તને આટલો જ શોખ હોય તો બૉર્ડર પર જા અને ચાઈનાવાળા સાથે લડ.'

શું છે આખો મામલો

શું છે આખો મામલો

લખનઉના કૃષ્ણાનગરમાં રહેતી પ્રિયદર્શીની યાદવ અવધ ચાર રસ્તા પરથી રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન તેણે રસ્તા વચ્ચે જ એક કેબ ડ્રાઈવરને માર્યો. આરોપ છે કે તેનો ફોન તોડી દીધો. એટલુ જ નહિ કારમાં રાખેલા 600 રૂપિયા પણ લૂટી લીધા. મામલાએ તૂલ ત્યારે પકડ્યુ જ્યારે પ્રિયદર્શીની દ્વારા કેબ ડ્રાઈવર સઆદત અલી પર થપ્પડોનો વરસાદ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં પ્રિયદર્શીનીએ ડ્રાઈવરને એક પછી એક 22 થપ્પડ મારી. આ દરમિયાન બચાવ કરવા આવેલા અન્ય એક યુવક પર પણ પ્રિયદર્શીનીએ હાથ અજમાવ્યો. પ્રિયદર્શીનીએ આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવર તેને મારવા માંગતો હતો. સેલ્ફ ડિફેન્સમાં તેણે ડ્રાઈવરને માર્યો. પરંતુ મામલો ત્યાં ખુલી ગયો જ્યારે ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા.

સીસીટીવી ફૂટેજમાં ખુલી છોકરીની પોલ

સીસીટીવી ફૂટેજમાં ખુલી છોકરીની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સમગ્ર મામલો સમજમાં આવી ગયો. આ ફૂટેજથી છોકરીના આરોપોની પોલ ખુલી ગઈ. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છેકે છોકરી ચાલતી ગાડીઓ વચ્ચે રોડ ક્રોસ કરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન તે અચાનક કેબ સામે આવી જાય છે. ડ્રાઈવર બ્રેક લગાવીને ગાડીને રોકી દે છે પરંતુ છોકરી આવે અને કેબ ડ્રાઈવરને મારવાનુ શરૂ કરી દે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકો છોકરી પર ભડકી ઉઠ્યા. છોકરીની ધરપકડની માંગ કરી અને ટ્વિટર પર #ArrestLucknowGirl ટ્રેન્ડ કરવા લાગ્યુ.

FIR નોંધાયા બાદ આપી સફાઈ, પોલિસ પર લગાવ્યા આરોપ

FIR નોંધાયા બાદ આપી સફાઈ, પોલિસ પર લગાવ્યા આરોપ

સોશિયલ મીડિયા પર મામલો એટલો વધી ગયો કે પોલિસે આરોપી યુવતી સામે એફઆઈઆર નોંધવી પડી. કેસ નોંધાયા બાદ પ્રિયદર્શીની યાદવે સફાઈ આપી. તેણે કહ્યુ કે ટ્રાફિક સિગ્નલ રેડ થયા બાદ પણ કેબ ડ્રાઈવર ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. તેણે પોતાની સુરક્ષામાં કેબ ડ્રાઈવરનો માર્યો હતો. પ્રિયદર્શીનીએ પોલિસ પર આરોપ લગાવીને કહ્યુ કે સીસીટીવીમાં ટ્રાફિક લાઈટ નથી દેખાઈ રહી. પલ્બિક પસાર થઈ રહી છે પરંતુ પોલિસ તેને રોકી નથી રહી. એક ટાઈમ આવે છે જ્યારે લાગે છે ગાડી મને હિટ કરીને નીકળી જશે. ત્યારે પણ પોલિસ ઉભી રહીને જોતી રહે છે. જ્યારે હું તેને રોકુ છુ વાયોલેશન ઑફ લૉમાં, સેલ્ફ ડિફેન્સમાં તો પણ પોલિસ ઉભા-ઉભા જોતી રહે છે. જ્યારે મને 300 મીટર મારતા લઈને જાય છે ત્યારે પણ પોલિસ ઉભી રહીને જોયા કરે છે. આ શું હતુ?

યુવતીએ કહ્યુ - મારી માનસિક બિમારીનો ઈલાજ ચાલી રહ્યો છે

યુવતીએ કહ્યુ - મારી માનસિક બિમારીનો ઈલાજ ચાલી રહ્યો છે

મીડિયા રિપોર્ટ અનુસાર હવે આરોપી પ્રિયદર્શીનીએ કહ્યુ છે કે તેનો માનસિક બિમારીનો ઈલાજ ચાલી રહ્યો છે. તેણે રોજ વૉક કરવુ પડે છે. તેણે જણાવ્યુ કે તેને હાર્ટ, કિડની અને મગજની બિમારી છે. પ્રિયદર્શીનીનો એ પણ આરોપ છે કે કેબ ડ્રાઈવરના સાથી તેને 300 મીટર સુધી મારતા લઈ ગયા. પોતાના મોબાઈલમાં વીડિયો અને ફોટો બતાવીને પ્રિયદર્શીનીએ કહ્યુ, 'મારા ચહેરા પર એટલુ માર્યુ છે. મને હાથમાં ઈજા થઈ છે. આ જ પહેર્યુ હતુ મે એ દિવસે. ચહેરા પર માર્યુ. ચશ્મા તૂટી ગયા અને પડી ગયા પછી મને કંઈ દેખાતુ નહોતુ.'

કેબ ડ્રાઈવરે કહ્યુ - મને મારી ઈજ્જત પાછી જોઈએ

કેબ ડ્રાઈવરે કહ્યુ - મને મારી ઈજ્જત પાછી જોઈએ

વળી, આ મામલે સોશિયલ મીડિયા પર ગુસ્સા બાદ પોલિસે યુવતી સામે એક્શન લેવી પડી અને તેની સામે કેસ નોંધવો પડ્યો. આ તરફ કેબ ડ્રાઈવરે પોતાનો પક્ષ રાખીને કહ્યુ કે તેને પોતાનો સેલ્ફ રિસ્પેક્ટ પાછો જોઈએ. કેબ ડ્રાઈવરે યુવતી સામે પણ પ્રશાસનને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

English summary
Lucknow Girl Case: Rakhi Sawant came in support of the cab driver, Know the whole case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X