એમ એસ ધોની: રેકૉર્ડ પર રેકૉર્ડ બનાવી રહી છે આ 100 કરોડની ફિલ્મ... ધમાકેદાર!

Subscribe to Oneindia News

સુશાંતસિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમ એસ ધોનીએ બે સપ્તાહમાં 121.48 કરોડનું કલેક્શન કરી લીધુ છે. જી હા, માત્ર આટલુ જ નહિ, આ ફિલ્મ બૉલિવુડની સૌથી વધુ કમાણી કરનારી બાયોપિક ફિલ્મ બની ચૂકી છે. બીજા નંબરે છે 103.5 કરોડ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ' ભાગ મિલ્ખા ભાગ ' જ્યારે 85 કરોડ સાથે ' ધ ડર્ટી પિક્ચર ' ત્રીજા નંબરે. નીરજ પાંડેની આ ફિલ્મે એક પછી એક ઘણા રેકૉર્ડસ તોડ્યા છે. એમાં કોઇ બેમત નથી કે આ 2016 ની એક શાનદાર ફિલ્મ સાબિત થઇ છે.

dhoni 1

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ આ વર્ષની પાંચમી 100 કરોડી ફિલ્મ છે. ધોની ઉપરાંત સુલતાન, એરલિફ્ટ, હાઉસફૂલ 3 અને રુસ્તમે 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

dhoni 2

એમ એસ ધોની બૉલીવુડની 100 કરોડ ક્લબની 46 મી ફિલ્મ બની છે.

dhoni 3

તમને જણાવી દઇએ કે, પહેલા વીકેંડ પર ઓવરસીઝ કમાણીમાં એમ એસ ધોની આ વર્ષની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેની ઉપર.. સુલતાન, ફેન અને હાઉસફૂલ 3 છે.

dhoni 4


આ ઉપરાંત, એમ એસ ધોની - ધી અનટોલ્ડ સ્ટોરી પહેલા વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી બાયોપિક ફિલ્મ બની ગઇ છે.

dhoni 5

આટલુ જ નહિ, આ ફિલ્મ સુશાંતસિંહ રાજપૂતના કેરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. આ ફિલ્મે 21.50 કરોડની ઓપનિંગ કરી છે.

dhoni 6

વળી, નીરજ પાંડેના કેરિયરની પણ સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે.

dhoni 7

એમ એસ ધોની વર્ષ 2016 ની બીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. આ પહેલા માત્ર સલમાનખાનની ફિલ્મ સુલતાન જ છે.

dhoni 8

આ ફિલ્મ લગાન બાદ સૌથી વધુ કમાનારી ક્રિકેટ ફિલ્મ છે, જેને દર્શકોએ આટલી પસંદ કરી છે.

dhoni 9
English summary
M.S. Dhoni – The Untold Story Becomes The Highest Grossing Biopic Ever.
Please Wait while comments are loading...