મેડમ તુસાદની મીણની પ્રતિમામાં ફરી જીવંત થશે મધુબાલા

Written By:
Subscribe to Oneindia News

મધુબાલા આજે પણ બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસ મનાય છે. મધુબાલાનું નામ પડતાં જ તેમનો સોહામણો ચહેરો અને સુંદર હાસ્ય આંખો સામ તરવરી ઉઠે છે. ભારતમાં કદાચ જ કોઇ એવી વ્યક્તિ હશે, જે મધુબાલાની સુંદરતાના મોહમાંથી બચી શકી હોય. ટૂંક સમયમાં જ, મધુબાલાની આ સુંદરતા ફરી એક વાર વિશ્વ સામે દેખા દેશે. દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિમ મધુબાલાની મીણની પ્રતિમા મુકવામાં આવશે.

અનારકલીથી પ્રેરિત પ્રતિમા

અનારકલીથી પ્રેરિત પ્રતિમા

તાજેતરની જાણકારી અનુસાર, મેડમ તુસાદ મ્યૂઝિમમાં મધુબાલાનું મીણનું પૂતળું મુકાનાર છે. મધુબાલાની આ મીણની પ્રતિમા વર્ષ 1960માં આવેલ ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'ના યાદગાર પાત્ર અનારકલીથી પ્રેરિત હશે. પહેલીવાર બોલિવૂડની કોઇ ક્લાસિક સેલિબ્રિટીની મીણ પ્રતિમા મેડમ તુસાદ મ્યૂઝિમમાં મુકાવા જઇ રહી છે. આ સાથે જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન આશા ભોંસલે અને શ્રેયા ઘોશાલનું વેક્સ સ્ટેટ્યૂ પણ આ મ્યૂઝિયમમાં જોવા મળશે.

36 વર્ષની ઉંમરે થયું હતું મૃત્યુ

36 વર્ષની ઉંમરે થયું હતું મૃત્યુ

ગંભીર બીમારીને કારણે માત્ર 36 વર્ષની વયે જ મધુબાલાનું અવસાન થયું હતું. તેમની આ મીણની પ્રતિમા અંગે વાત કરતાં એક અધિકારીએ કહ્યું કે, અમને આશા છે કે મધુબાલાની આકર્ષક પ્રતિમા તેમના ફેન્સને અહીં સુધી ખેંચી લાવશે અને સિનેમાની એ ગોલ્ડન એરાની યાદો તાજી કરાવશે. મધુબાલાની મૂર્તિ મ્યૂઝિમમાં મુકાશે, આ વાતે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ.

બાળ-કલાકાર તરીકે કરી હતી શરૂઆત

બાળ-કલાકાર તરીકે કરી હતી શરૂઆત

14 ફેબ્રૂઆરી, 1933ના રોજ જન્મેલ મધુબાલાએ પોતાના કરિયરની શરૂઆત બાળ-કલાકાર તરીકે કરી હતી અને તેમની ડેબ્યૂ ફિલ્મ હતી 'નીલ કમલ'. મધુબાલાએ 'મુઘલ-એ-આઝમ' સિવાય 'ચલતી કા નામ ગાડી', 'મિ. એન્ડ મિસિસ 55', 'કાલા પાની', 'હાવરા બ્રિજ' વગેરે જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું.

રોજીંદા જીવનમાં હતા ખૂબ સિંપલ

રોજીંદા જીવનમાં હતા ખૂબ સિંપલ

મધુબાલા અત્યંત સુંદર હોવા છતાં પોતાની રોજીંદી લાઇફમાં અત્યંત સિંપલ હતા. ફિલ્મફેર સાથે મધુબાલા અંગે વાત કરતાં તેમના બહેને જણાવ્યું હતું કે, 'તેમને પ્લેન વ્હાઇટ સાડી પહેરવી ખૂબ પસંદ હતી. માથામાં મોગરાનું ફુલ નાંખવું તેમને પસંદ હતું. ગોલ્ડ અને કુંદનના ઘરેણાં તેમને પ્રિય હતા. તેમને શેરો-શાયરીનો પણ ખૂબ શોખ હતો, તેઓ પોતે પણ થોડું ઉર્દૂ બોલી જાણતા હતા.'

મધુબાલાએ ક્યારેય ડાયટિંગ નથી કર્યું

મધુબાલાએ ક્યારેય ડાયટિંગ નથી કર્યું

'તેમણે(મધુબાલાએ) ક્યારેય ડાયટિંગ નથી કર્યું. તેમને ચાટ, રગડા પેટિસ, પાણીપુરી અને કુલ્ફી ખાવી ખૂબ પસંદ હતી. તેઓ ઘણીવાર અમને તેમની ઇમ્પોર્ટેડ કારમાં બેસાડી ચોપાટી ફરવા લઇ જતા હતા અને પોતાની ઓળખાણ છુપાવવા બુરખો પહેરી લેતા. તેઓ આ રીતે જ થિયેચરમાં ફિલ્મ જોવા પણ જતા.'

આશા રાખીએ કે દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિમ માટે મધુબાલાની પ્રતિમા તૈયાર કરનાર આર્ટિસ્ટ તેમની સુંદરતા સાથે તેમના સ્વભાવની સરળતા અને મીઠાશને પણ મૂર્તિમાં કેદ કરી શકશે.

English summary
Madhubala wax statue to be placed in Madame Tussauds Museum, Delhi.
Please Wait while comments are loading...