સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ સુસાઈડ કેસમાં મોટુ નિવેદન આપ્યુ છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સતત કોઈને કોઈ પ્રકારની વાતો સામે આવતી રહે છે. ક્યારેક કોઈની પોસ્ટ તો ક્યારેક સરકારને સીધી સીબીઆઈ તપાસની માંગ. ઘણી વાર સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે રસ્તા પર ઉતરીને ઘણો હોબાળો કર્યો અને તપાસની માંગ કરી તો તેમના પરિવારવાળાએ પણ આ વાતનુ સમર્થન કર્યુ. હાલમાં જ તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ટ્વિટ કરીને એ અંગે માંગ કરી હતી કે તે પણ સીબીઆઈ તપાસ ઈચ્છે છે.

'સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી'

'સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી'

પરંતુ હવે આ કેસમાં એક નવુ નિવેદન આવ્યુ છે જે આ બધાની માંગો પર પાણી ફેરવી શકે છે. મિડ ડેમાં છપાયેલા સમાચારની માનીએ તો મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કોઈ પ્રકારની સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી. તેમણે એ પણ કહ્યુ કે રાજ્યની જે પોલિસ છે તે દરેક પ્રકારની તપાસ કરવા માટે સંપૂર્ણપણે સંમત છે. ગૃહમંત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તપાસમાં હાલમાં કોઈ પ્રકારના ષડયંત્રની શંકા નથી અને ના કોઈ ખુલાસો થયો છે.

ગૃહમંત્રીએ આગળ શું કહ્યુ

ગૃહમંત્રીએ આગળ શું કહ્યુ

ગૃહમંત્રી અનિલ દેશમુખે આગળ કહ્યુ કે આ કેસમાં જો કંઈ એવુ જાણવા મળે અથવા કંઈ નવુ થશે તો ફેક્ટ બધા સામે રાખવામાં આવશે. સમાચાર છે કે હાલમાં જ મુંબઈ પોલિસે સુશાંત સિંહ રાજપૂત કેસમાં હિંદુજા હોસ્પિટલના સીનિયર સાયક્યાસ્ટ્રીસ્ટની પણ પૂછપરછ કરી હતી કારણકે તે સુશાંત સિંહ રાજપૂતનો ઈલાજ કરી રહ્યા હતા. સુશાંતસિંહ રાજપૂત કેસમાં પોલિસ લગભગ 36 લોકોની પૂછપરછ કરી છે જેમાં ઘણી મોટી મોટી હસ્તીઓ પણ શામેલ છે.

રિયાએ કરી હતી સીબીઆઈ તપાસની માંગ

રિયાએ કરી હતી સીબીઆઈ તપાસની માંગ

હાલમાં જ રિયા ચક્રવર્તીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ છે અને તે પણ સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત અને રિયાએ આ પહેલા અધિકૃત રીતે સામે આવીને પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી નહોતી. હાલમાં સુશાંત સિંહ રાજપૂત તેમના ફેન્સને છેલ્લી વાર ફિલ્મ દિલ બેચારામાં દેખાવાના છે જે ફિલ્મ ઓટીટી પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X