For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ગૃહમંત્રીઃ કંગનાએ જે કહ્યુ તે પછી તેને મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી

અભિનેત્રી કંગના રનોતના 'મુંબઈમાં પીઓકે જેવુ અનુભવી રહી છુ'ના નિવેદન પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેત્રી કંગના રનોતના 'મુંબઈમાં પીઓકે જેવુ અનુભવી રહી છુ'ના નિવેદન પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ છે કે તે મુંબઈ પોલિસને કારણ વિના નિશાન બનાવી રહી છે. દેશમુખે કહ્યુ છે કે જે રીતે પીઓકે વિશે તેણે મુંબઈ પોલિસની તુલના કરી છે. ત્યારબાદ તેને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી. શુક્રવારે દેશમુખનુ આ નિવેદન આવ્યુ છે.

મુંબઈ પોલિસનુ દેશભરમાં નામઃ દેશમુખ

મુંબઈ પોલિસનુ દેશભરમાં નામઃ દેશમુખ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ કે ભારતે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલિસનુ નામ છે. સ્કૉટલેન્ડ યાર્ડ સાથે મહારાષ્ટ્ર પોલિસની સરખામણી કરવામાં આવે છે. સુશાંત સિંહ કેસમાં જે રીતે મુંબઈ પોલિસને નિશાન બનાવવામાં આવી, તે યોગ્ય નથી. મુંબઈના આઈપીએસ અધિકારીના સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલ વિશે અરજી પર દેશમુખે કહ્યુ કે સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારીએ જે અરજી દાખલ કરી છે, તેનુ હું સ્વાગત કરુ છુ.

ટ્વિટ માટે નિશાના પર કંગના

ટ્વિટ માટે નિશાના પર કંગના

પોતાના ટ્વિટ માટે કંગના શિવસેના, કોંગ્રેસ, મનસે અને ફિલ્મી સ્ટાર્સના ગુસ્સાનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પ્રવકતા સચિન સાવંતે કહ્યુ છે કે કંગનાની પાછળ ભાજપ આઈટી સેલ કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે કંગના રનોત માત્ર ચહેરો છે પરંતુ આખુ કેમ્પેઈન ભાજપ આઈટી સેલના લોકો ચલાવી રહ્યા છે જેનાથી રાજ્યની સરકાર લડખડી જાય. શિવસેનાના સંજય રાઉતે કહ્યુ છે કે કંગનાએ મહારાષ્ટ્રનુ અપમાન કરવાની કોશિશ કરી છે. મુંબઈએ તમને નામ, શોહરત, પૈસા, ઈજ્જત બધુ આપ્યુ છે. અત્યાર સુધી મુંબઈ પોલિસના ભરોસે તમે અહીં રહો છો અને એ જ પોલિસ પર તમે આ પ્રકારનો કીચડ ઉછાળો તો આ કયા નીતિ-નિયમમાં છે.

શું છે આ સમગ્ર વિવાદ

શું છે આ સમગ્ર વિવાદ

કંગના રનોતે એક ટ્વિટ કરીને લખ્યુ હતુ - શિવસેના લીડર સંજય રાઉતે મને ખુલ્લી રીતે ધમકી આપી છે અને કહ્યુ છે કે હું હવે મુંબઈ પાછી ના આવુ. પહેલા મુંબઈના રસ્તા પર આઝાદીના નારા લગાવ્યા અને હવે ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે. મુંબઈથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે) જેવી ફીલિંગ કેમ આવી રહી છે? કંગનાના આ ટ્વિટ પર તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના અમુક નેતાઓ ઉપરાંત મોટાભાગના રાજકીય પક્ષો અને સાથે જ ફિલ્મી હસ્તીઓએ પણ કંગનાની આ વાત પર વાંધો દર્શાવ્યો છે. રેણુકા શહાણે, રિતેશ દેશમુખ, ઉર્મિલા માંતોડકર, સ્વરા ભાસ્કર, દિયા મિર્ઝા જેવા ઘણા સ્ટાર્સે મુંબઈ શહેર અને મુંબઈ પોલિસની પ્રશંસા કરી છે અને કંગનાને ખોટી ગણાવી છે.

NEET-JEE પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી 6 રાજ્યોએ કરેલી પુનર્વિચાર અરજીને SCએ ફગાવીNEET-JEE પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી 6 રાજ્યોએ કરેલી પુનર્વિચાર અરજીને SCએ ફગાવી

English summary
Maharashtra home Minister Anil Deshmukh Kangana Ranaut PoK Mumbai Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X