દુલ્હનના જોડામાં મલાઈકાના રેમ્પ વૉકે જીત્યુ દિલ, વીડિયો જોઈને લોકો બોલ્યા - તુમસા નહિ દેખા

મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે તેના ડાંસ અને ફિટનેસના વીડિયો હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તે મૉડલિંગને લઈને ચર્ચામાં છે.

મુંબઈઃ મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે તેના ડાંસ અને ફિટનેસના વીડિયો હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તે મૉડલિંગને લઈને ચર્ચામાં છે. લેકમે ફેશન વીકમાં મલાઈકા અરોરાએ ડિઝાઈનર અનુ ક્રિએશન માટે રેમ્પ વૉક કર્યુ છે. દુલ્હનના જોડામાં રેમ્પ પર ચાલતો તેનો વીડિયો સોશિયલ પર વાયરલ છે. યુઝર્સ તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

મલાઈકા બની શો ટૉપર

મલાઈકા બની શો ટૉપર

મલાઈકા અરોરા લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર અનુ માટે શોસ્ટૉપર બની. મલાઈકા અરોરાએ પોતાની વૉક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે કે જે ટ્રેડિશનલ બ્રાઈડ લુક આપી રહ્યો છે. જેના પર હેવી વર્ક કરવામાં આવ્યુ છે. આ સાથે બ્લાઉઝમાં ડીપ નેક સાથે વર્ક કરવામાં આવ્યુ છે. તેણે ગોલ્ડ જ્વેલરી, માથાપટ્ટી અને બંગડીઓ સાથે એસેસરી પહેરી છે. મલાઈકાના રેમ્પ વૉક, તેના ડ્રેસ અને સુંદરતાની સોશિયલ યુઝર્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. તેના વીડિયોને લાખો લાઈક્સ અને કમેન્ટ મળી ચૂકી છે. યુઝર્સે કમેન્ટ કરીને તેની વૉકને દિલ જીતનારી કહી છે.

ટીવી અને મોટો પડદો, બંને પર મલાઈકાની ઓળખ

ટીવી અને મોટો પડદો, બંને પર મલાઈકાની ઓળખ

મલાઈકા અરોરાની ફિલ્મો સાથે ટીવીનો પણ જાણીતો ચહેરો છે. તે સતત કોઈને કોઈ રિયાલિટી શો કે ડાંસ શોનો હિસ્સો બનતી રહે છે. હાલમાં મલાઈકા ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસરને જજ કરવા ઉપરાંત મિલિંદ સોમન સાથે રિયાલિટી શો એમટીવી સુપર મૉડલ ઑફ ધ યર જજ કરી રહી છે. તેની ફિટનેસ પણ કમાલની છે. સોશિયલ મીડિયા પર તેના જિમ અને યોગ વીડિયોને પણ ઘણા જોવામાં આવે છે.

મલાઈકા અંગત જીવન માટે પણ ચર્ચામાં

મલાઈકા અંગત જીવન માટે પણ ચર્ચામાં

મલાઈકા પોતાના કરિયર ઉપરાંત મલાઈકા અર્જૂન કપૂર સાથે સંબંધને લઈને પણ ઘણા સમયથી ચર્ચામાં છે. અરબાઝ ખાન સાથે ડિવૉર્સ બાદ તે અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. અર્જૂન સાથે તેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઘણીવાર બંનેને સાથે જોવામાં આવે છે. ઘણી વાર બંનેએ પોતાના સંબંધને સ્વીકાર્યા પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X