મલાઈકાએ શેર કર્યો અર્જૂન કપૂરનો ન્યૂડ ફોટો, એક્ટરે ગુસ્સામાં કહી આ વાત, લોકોએ કરી દીધા ટ્રોલ
Arjun Kapoor Viral Photo: બૉલિવુડ એક્ટર અર્જુન કપૂર હાલમાં લેટેસ્ટ ફોટોના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. છે. વાસ્તવમાં, અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અભિનેત્રી મલાઈકા અરોરાએ અભિનેતાની એવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.
મલાઈકાએ અર્જુનનો જે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેમાં તે કપડા વગર જોવા મળી રહ્યો છે. અર્જુન કપૂરે પોતાનું શરીર કુશનથી ઢાંકેલુ છે. હાલમાં આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. બંને ઈન્સ્ટાગ્રામ પર ઘણી રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે. પરંતુ આ વખતે મલાઈકા અરોરાએ તેના બ\યફ્રેન્ડ અર્જુન કપૂરની એક ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં અર્જુન પોતાની બોડીને તકિયાથી ઢાંકતો જોવા મળી રહ્યો છે.
મલાઈકા અરોરાએ અર્જુન કપૂરની આ તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. મલાઈકાએ આ તસવીર સાથે શૉર્ટ કેપ્શન પણ લખ્યું છે - માય લેઝી બૉય. અર્જુન કપૂરે પણ તેની ગર્લફ્રેન્ડ મલાઈકાની આ પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કરી છે.
જોકે અર્જુને આ તસવીર શેર કર્યા બાદ કેપ્શનમાં કંઈ લખ્યું નથી. આ તસવીરમાં અર્જુન કપૂર સોફા પર બેસીને નહાતો જોવા મળે છે. તેના શરીર પર એક તકિયો મૂકવામાં આવ્યો છે, આ સિવાય કોઈ કપડું દેખાતું નથી.
અર્જુન કપૂરની આ ન્યૂડ તસવીર ઘણા લોકોને પસંદ નથી આવી રહી. લોકો અર્જુન કપૂર અને તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની આકરી ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પાપારાઝી વિરલ ભાયાણીએ મલાઈકાની આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યુ છે કે- આને ગાળો ખાવાનો શોખ છે અને પછી તે અમને ટ્રોલર કહે છે. જ્યારે એકે લખ્યું છે - કુશન કહેતુ હશે, મારો દુરુપયોગ થઈ રહ્યો છે, માય લૉર્ડ. વળી, એક યુઝરે લખ્યું છે - આ લોકો કંઈપણ ગંદુ કરવા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે બૉલિવુડ એક્ટ્રેસ અને ફેમસ આઈટમ ગર્લ મલાઈકા અરોરા વર્ષ 2017માં તેના પૂર્વ પતિ અરબાઝ ખાનથી અલગ થઈ ગઈ હતી. ત્યારથી તે બૉલિવુડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અને અર્જુન અવારનવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા કરતા 12 વર્ષ નાનો છે. બંનેને લોકો તરફથી ઘણી ગંદી ટિપ્પણીઓ સાંભળવા મળે છે. જો કે, તે બંનેમાંથી કોઈને આનાથી કોઈ ફરક નથી પડતો.












Click it and Unblock the Notifications
