શું તમે જોયો મલાઈકા અરોરાની જેમ ચાલતો એક ક્યૂટ ડૉગ? સ્ટાઈલમાં તો અભિનેત્રીને પણ આપે છે મ્હાત

હાલમાં જ મલાઈકા અરોરાની સ્ટાઈલમાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે બીજા કોઈનો નહિ પણ એક સુંદર કૂતરાનો છે.

મુંબઈઃ બૉલિવુડ દિવા મલાઈકા અરોરા ઘણીવાર જીમમાંથી બહાર નીકળતી વખતે અથવા ફંક્શનમાં જોવા મળે છે. મલાઈકાની ચાલવાની સ્ટાઈલ બીજી એક્ટ્રેસથી અનોખી છે અને આ જ કારણ છે કે એક્ટ્રેસ પર મીમ્સ પણ બનાવવામાં આવે છે. મલાઈકા જેવી એક્ટિંગ કરીને લોકો ખૂબ એન્જોય કરે છે. હાલમાં જ મલાઈકા અરોરાની સ્ટાઈલમાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે બીજા કોઈનો નહિ પણ એક સુંદર કૂતરાનો છે. આ વીડિયો એટલો અદભૂત છે કે મલાઈકા અરોરા પોતે પણ તેની પ્રશંસા કરતા રોકી ના શકી.

મલાઈકાનો અનોખો અંદાજ

મલાઈકાનો અનોખો અંદાજ

મલાઈકા અરોરાની ચાલવાની સ્ટાઈલ પર જોરદાર વીડિયો બનાવવામાં આવે છે. મલાઈકાની ચાલવાની સ્ટાઈલ ઘણી અનોખી છે. પાપારાઝી પાછળ બૂમો પાડતા રહે છે અને મલાઈકા ત્યાંથી નીકળી જાય છે. એક્ટ્રેસના દરેક નવા વીડિયો સામે આવતા જ તે ટ્રોલ પણ થઈ જાય છે.

વાયરલ થઈ રહી છે ક્યુટ ડૉગની સ્ટાઈલ

વાયરલ થઈ રહી છે ક્યુટ ડૉગની સ્ટાઈલ

હવે મલાઈકાની એક્ટિંગ એક ખૂબ જ પ્રિય ફેન દ્વારા કરવામાં આવી છે. આ બીજુ કોઈ નહિ પણ એક કૂતરો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉગી આગળ-આગળ ચાલી રહ્યો છે અને પાપારાઝી પાછળ-પાછળ અવાજ કરી રહ્યો છે. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.

મલાઈકાએ શેર કર્યો વીડિયો

મલાઈકા અરોરાએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મલાઈકા તેના વખાણ કરવાથી પોતાને રોકી શકી નહિ અને તેને ખૂબ જ ક્યૂટ કહ્યુ. આ વીડિયો પૉસમ લાઈફ અને મર્ફી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

મલાઈકાએ કહ્યુ - સો ક્યુટ

મલાઈકાએ કહ્યુ - સો ક્યુટ

વાસ્તવમાં આ વીડિયો કૂતરા સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં પાછળથી પાપારાઝીની મલાઈકા મેમ-મલાઈકા મેમનો અવાજ સંભળાવવામાં આવ્યો છે. આ અવાજ વીડિયોમાં એકદમ ફિટ બેસે છે. વીડિયોમાં પાપારાઝીને વેટ-વેટ મલાઈકા અને મલાઈકાજી કહેતા સાંભળી શકાય છે. વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યુ છે કે મલાઈકાજી તમે કેમ રોકાતા નથી. આ વીડિયો એટલો ક્યૂટ છે કે મલાઈકા અરોરા પોતે પણ તેને શેર કરતા ખુદને રોકી શકી નથી. મલાઈકા અરોરાએ પોતાની સ્ટોરીમાં વીડિયો શેર કરીને લખ્યુ - સો ક્યુટ.

યુઝર્સે કરી કમેન્ટ

યુઝર્સે કરી કમેન્ટ

યૂઝર્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે મને મલાઈકાનુ આ વૉક આટલું કેમ પસંદ છે? જ્યારે એકે કોમેન્ટ કરી કે ઓહ ગોડ, હું હસવુ રોકી શકતો નથી. જ્યારે એકે લખ્યુ કે હાઉ ક્યૂટ.

અનોખી છે મલાઈકાની સ્ટાઈલ

અનોખી છે મલાઈકાની સ્ટાઈલ

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જ્યાં પણ અભિનેત્રી જોવા મળે છે ત્યાં પાપારાઝી તેને પોઝ આપવા વિનંતી કરે છે. ક્યારેક મલાઈકા તેના કૂતરા સાથે પણ જોવા મળે છે. મલાઈકા યોગા, સલૂન અને રેસ્ટોરાંમાં પણ પાપારાઝીની નજરથી બચી શકતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X