ડિવોર્સ પર ટિપ્પણી થતા ભડકી મલાઇકા અરોરા

Written By:
Subscribe to Oneindia News

મલાઇકા અરોરા એક એવી સેલિબ્રિટી છે, જે ફિલ્મોમાં ખાસ દેખાઇ નથી અને છતાં પણ સતત ચર્ચામાં રહી છે. તેના અનેક ફોટોઝ અવાર-નવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. મલાઇકાના સ્ટાયલિશ આઉટફિટ્સ, હોટ ફોટોશૂટ, હેલિડે પિક્ચર્સ વગેરેને કારણે તે સતત ઇન્ટરનેટ પર છવાયેલી હોય છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ છે. ઇન્ટરનેટ પર લોકપ્રિય સેલિબ્રિટીને ઘણીવાર ઇન્ટરનેટ હેટર્સ અને ટ્રોલર્સના શિકાર થવું પડે છે. રિસન્ટલી મલાઇકા અરોરાને પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના શિકાર થવું પડ્યું હતું. જેનો મલાઇકાએ સણસણતો જવાબ આપ્યો છે.

મલાઇકા થઇ ટ્રોલ

મલાઇકા થઇ ટ્રોલ

મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેની પર એક ટ્રોલરે કોમેન્ટ કરતાં લખ્યું હતું, આજ-કાલની સ્ત્રીઓ હવે આવું કરે છે. પહેલાં ધનવાન યુવક સાથે લગ્ન કરે અને પછી ડિવોર્સના બદલામાં મસમોટી રકમ માંગે. જો તમે જાતે કમાઇ શકતા હોવ તો તમને વળતરની શું જરૂર છે? હવે લોકો માટે જીવનનો એક જ અર્થ છે, ટૂંકા કપડા પહેરો, જિમ કે સલૂનમાં જાઓ, વેકેશન માણો. શું તમે ખરેખર કોઇ કામ કરો છો કે ખાલી પતિના પૈસે પેટ ભરો છો?

મલાઇકાએ આપ્યો જવાબ

મલાઇકાએ આપ્યો જવાબ

આ ટિપ્પણી પર મલાઇકાએ સામો જવાબ આપતાં લખ્યું હતું, હું મોટે ભાગે આવી ટિપ્પણી સામે દલીલ નથી કરતી, પરંતુ તમારે પહેલા તો હકીકત જાણી લેવાની જરૂર છે. તમે મારા વિશે કંઇ જ નથી જાણતા. બીજાની લાઇફ જજ કરવાની જગ્યાએ તમારે સમયના સદઉપયોગ માટે કોઇ સારું કામ શોધવાની જરૂર છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

નોંધનીય છે કે, અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ પણ મલાઇકા અને અરબાઝે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યાં છે. તેઓ મ્યૂચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિગથી છૂટા પડ્યા છે અને આથી ડિવોર્સ બાદ પણ મલાઇકા ઘણીવાર ખાન પરિવાર કે ક્યારેક અરબાઝ સાથે ડિનર કરતી જોવા મળે છે. અરબાઝ અને મલાઇકાએ ખાસ તો પોતાના બાળકો માટે આ નિર્ણય લીધો છે, જે માટે તેમના ઘણા વખાણ થઇ રહ્યાં છે.

વ્યસ્ત રહે છે મલાઇકા

વ્યસ્ત રહે છે મલાઇકા

મલાઇકા ફોટોશૂટ, એડ અને ફેશનને લગતા પ્રોજેક્ટ્સમાં બિઝી રહે છે. તેના સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોલોઅર્સ છે અને મલાઇકાના કામ તથા તેની તસવીરોને એપ્રિશિએટ કરે છે. એવામાં આ ટ્રોલરને મલાઇકાએ આપેલ જવાબથી સૌ કોઇ ખુશ તથા આશ્ચર્યચકિત છે. ઇન્ટરનેટ પર ટ્રોલર્સ સામે ઊભા થવું ક્યારેક જરૂરી બની જાય છે.

English summary
Malaika Arora slammed a troller on Instagram for spewing venom against her about divorce and alimony.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.