ગજબની ફિટનેસથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ ફોટો
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા ક્રોપ ટોપ સાથે લેગિંગ્સ પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. અહીં મલાઈકા હેર બન અને મેકઅપ વિના જે કેમેરામાં કેદ થઈ હતી.
જેમ જેમ મલાઈકા અરોરાની ઉમર વધી રહી છે તેમ તેમ તે દિવસે દિવસે વધુને વધુ બોલ્ડ અને બ્યૂટીફૂલ બની રહી છે. મલાઈકાએ યોગા અને જીમમાં પરસેવો પાડીને પોતાને ફિટ એન્ડ ફાઈન રાખી છે. લાખો લોકો મલાઈકાની ફિટનેસના દિવાના છે ત્યારે હાલમાં જ મલાઈકા વર્કઆઉટ બાદ કેમેરામાં કેદ થઈ હતી. અહીં તેની ફિટનેસ જોવા મળી હતી.


મલાઈકાનો લેટેસ્ટ લુક
મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને લોકો દંગ રહી જાય છે અને ફેન્સ માટે તેની ફિટનેસ પરથી તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. હાલમાં જ મલાઈકા વર્કઆઉટ માટે જતી વખતે પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.

ફિટનેસ અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે
મલાઈકા અરોરા તેની ફિટનેસ અને બોલ્ડનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની ફિટનેસ માટે મલાઈકા નિયમિત વર્કઆઉટ કરે છે. મલાઈકા ઘણી વખત જિમ અને યોગા ક્લાક બહાર કેમેરામાં કેદ થાય છે.

ક્રોપ ટોપ સાથે લેગિંગ્સ પહેરેલી જોવા મળી
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા ક્રોપ ટોપ સાથે લેગિંગ્સ પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. અહીં મલાઈકા હેર બન અને મેકઅપ વિના જે કેમેરામાં કેદ થઈ હતી.

ફિટનેસે ફેન્સને ઘાયલ કર્યા
મલાઈકા અરોરાની શાનદાર ફિટનેસ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. અભિનેત્રી મલાઈકા અરોરા તેની ચાલ અને આઉટફિટને લઈને અવારનવાર ટ્રોલ પણ થાય છે. જો કે મલાઈકાને તેનાથી કોઈ ફરક પડતો નથી.

લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે
મલાઈકા તેની ફિટનેસ અને ફેશન સાથે સાથે તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. આ દિવસોમાં તે અર્જુન કપુરને ડેટ કરી રહી છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે.












Click it and Unblock the Notifications
