મલાઇકાએ શરૂ કર્યું 70 કરોડની દબંગ 2નું પ્રમોશન
મુંબઈ, 22 ઑક્ટોબર : પોતાના પતિ અરબાઝ ખાન અને જેઠ સલમાન ખાનની દબંગ 2 ફિલ્મનું પ્રમોશન મલાઇકા અરોરા ખાને અત્યારથી શરૂ કરી નાંખ્યું છે. મલાઇકા એક શોમાં ગયાં કે જ્યાં તેમણે એમ કહીં અનેક દિગ્દર્શકોની ઉંઘ ઉડાવી નાંખી કે દબંગ 2 બહુ ઝડપથી બની રહી છે.

અરબાઝ ખાનના દિગ્દર્શને બની રહેલ આ ફિલ્મની કિંમત 70 કરોડ છે. તેમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા પણ નજરે પડશે. ફિલ્મના ઘણાં સીન્સ કમાલિસ્તાન સ્ટુડિયો ખાતે શુટ કરાઈ ચુક્યાં છે. અનેક સીન્સ માટે આઉટડોર શુટિંગ પણ ચાલી રહ્યું છે. મલાઇકા અરોરાનું આ ફિલ્મ અંગે કહેવું છે કે તેઓ આ ફિલ્મ અંગે ઘણાં ઉત્સાહિત છે. તેઓ 21મી ડિસેમ્બરે ફિલ્મ સિનેમા ઘરોમાં આવી જાય, તેમ ઇચ્છે છે. તેના માટે કામ બહુ ઝડપથી ચાલી રહ્યું છે.
આ ફિલ્મમાં આ વખતે મુન્ની એટલે કે આયટમ ડાંસ મલાઇકા નહિં, પણ કરીના કપૂર કરવાનાં છે. ફિલ્મમાં વિનોદ ખન્ના અને પ્રકાશ રાજ પણ છે. જો દબંગ સાથે સરખામણી કરાય, તો સોનૂ સૂદને આ વખતે નથી લેવામાં આવ્યાં. આ ફિલ્મમાં સોનાક્ષી પીળા રંગની સાડીમાં દેખાશે.
આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ યૂટીવી મોશન પિક્ચર્સને 140 કરોડ રુપિયામાં વેચાયાં છે.












Click it and Unblock the Notifications
