Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલ્લિકા શેરાવતની કમર પર રોટલી શેકવા માંગતો હતો પ્રોડ્યુસર, જાણો શું પૂરી થઈ શકી તેની આ ઈચ્છા

મલ્લિકા શેરાવત ભલે હાલમાં ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પરંતુ તેના દ્વારા કરવામાં આવેલા ખુલાસા રોજ ફેન્સનો ચોંકાવી રહ્યા છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હાલમાં ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પરંતુ તેના દ્વારા કરવામાં આવતા ખુલાસા રોજ ફેન્સનો ચોંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ પોતાના બૉયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યા બાદ હવે 'મર્ડર'ની હૉટ મલ્લિકા શેરાવતે એક પ્રોડ્યુસરની વિચિત્ર ડિમાન્ડ વિશે ખુલીને જણાવ્યુ છે. તેણે જણાવ્યુ કે પ્રોડ્યુસરે તેની કમર પર રોટલી શેકવાની ડિમાન્ડ રાખી દીધી હતી. જો કે તેની આ ઈચ્છા પૂરી થઈ શકી નહોતી.

કમર પર રોટલી શેકવા માંગતો હતો પ્રોડ્યુસર

કમર પર રોટલી શેકવા માંગતો હતો પ્રોડ્યુસર

મલ્લિકા શેરાવતને બૉલિવુડની સુપર બોલ્ડ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. ફિલ્મ મર્ડરમાં તેના દ્વારા આપવામાં આવેલા હૉટ સીન બાદ તે લાખો યુવાનોના દિલમાં વસી ગઈ. પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં મલ્લિકાએ જણાવ્યુ કે તેની બોલ્ડનેસના કારણે મેકર્સ અને પ્રોડ્યુસર વિચિત્ર આઈડિયા લઈને તેની પાસે આવતા હતા. એક વાર તો હૉટ સોંગ માટે પ્રોડ્યુસરે તેની કમર પર જ રોટલી શેકવાની ડિમાન્ડ રાખી દીધી.

મલ્લિકાએ શું કહ્યુ?

મલ્લિકાએ શું કહ્યુ?

મલ્લિકા શેરાવતે જણાવ્યુ કે મેકર્સનો આઈડિયા હતો કે ગીત વચ્ચે તેની કમર પર રોટલી શેકવાનો એક સીન કરવામાં આવે. ઈન્ટરવ્યુમાં એ ગીતને યાદ કરીને મલ્લિકા શેરાવતે કહ્યુ, 'મે એ ગીત માટે શૂટ કરવાની ના પાડી દીધી હતી. એ કેટલુ ફની હોત. તેણે પોતાનો આઈડિયા સંભળાવીને મને કહ્યુ કે બહુ હૉટ ગીત છે, ઑડિયન્સને કેવી રીતે ખબર પડશે કે તમે હૉટ છો?'

હૉટ હોવુ પહેલા વિચિત્ર હતુ

હૉટ હોવુ પહેલા વિચિત્ર હતુ

મલ્લિકાએ આગળ કહ્યુ, 'પ્રોડ્યુસર બોલી રહ્યો હતો કે તમે એટલા હૉટ છો કે તમારી કમર પર હું રોટલી શેકી શકુ છુ, થોડી વિચિત્ર વાત છે, શું તમે આવુ સાંભળ્યુ છે?' મલ્લિકા જણાવે છે કે તેણે આવુ કરવાની ના પાડી દીધી. તેને આ ફની અને ઓરિજનલ આઈડિયા લાગ્યો. તેણે એ પણ કહ્યુ, 'મનેસમજમાં નથી આવતુ કે ઈન્ડિયામાં હૉટનો અર્થ શું છે? અહીં મહિલાઓના હૉટ હોવાનો આઈડિયા જ વિચિત્ર છે.'

વેબ સીરિઝમાં કર્યુ ડેબ્યુ

વેબ સીરિઝમાં કર્યુ ડેબ્યુ

મલ્લિકા આગળ કહે છે, 'એમાં કોઈ શંકા નથી કે હવે હૉટ હોવુ સારુ છે પરંતુ જ્યારે મે પોતાનુ કરિયર શરુ કર્યુ ત્યારે આ વિચિત્ર હતુ.' તમને જણાવી દઈએ કે હાલમાં મલ્લિકા શેરાવત પોતાની લાઈફમાં જોડાયેલા ઘણા ખુલાસા કરી રહી છે. મલ્લિકા હાલમાં જ ઈશા ગુપ્તા અને ગૌતમ રોડે સાથે એમએક્સ પ્લેયર સીરિઝ 'નકાબ'માં જોવા મળી હતી. આ શો એક સેલિબ્રિટીના હાઈ પ્રોફાઈલ મોતની આસપાસ ફરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X