For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિકર્ણિકા ફિલ્મ રિવ્યુઃ કંગનાનો શાનદાર અવતાર, જંગ જીતી પરંતુ ફિલ્મ હારી ગઈ

કંગના એ ભૂલી ગઈ છે કે ફિલ્મની સફળતા ટીમવર્કથી થાય છે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.

|
Google Oneindia Gujarati News

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીના એક સીનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગુલામ ઘોસ ખાન ( ડેની ડેન્ઝોપ્પા) પોતાના જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તે ઝાંસીની રાનીને કહે છે કે તે જીતનો જશ્ન જોવા માટે જીવતા નહિ બચે. ફિલ્મના અંતમાં ઓડયન્સને પણ કંઈક આવુ જ અનુભવાય છે. ફિલ્મ ઓડિયન્સને કોઈ ખાસ એક્સપીરિયન્સ ન આપી શકી. કંગના રનોતની ડાયરેક્ટ ડેબ્યુ ક્યાંય આમ-તેમ સમય બગાડ્યા વિના સીધા મુદ્દા પર પહોંચી જાય છે. શરૂઆત થાય છે અમિતાભ બચ્ચનના શાનદાર અવાજથઈ જે ઓડિયન્સને મણિકર્ણિકાની દુનિયામાં લઈ જાય છે. જે લોકો રાનીના બાળપણની ઝલક જોવા ઈચ્છુક છે તેમણે નિરાશ થવુ પડશે.

સાહસ અને વીરતા

સાહસ અને વીરતા

છબીલી મણિકર્ણિકા (કંગના રનોત) ના સાહસ અને વીરતા પહેલા સીનમાં જોવા મળે છે. જ્યાં તેને એક ખતરનાક ચિત્તા સાથે ભીડતી બતાવવામાં આવી છે (આ સીનમાં VFX કોઈ મજાકથી કમ નથી લાગતુ) તે ઘોડેસવારી, બાડ લગાવવામાં ઘણી તીવ્ર છે અને જલ્દી તેના પર નજર પડે છે કુલભૂષણ ખરબંદાની... જે તેના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલકર (જિસુ સેનગુપ્તા) સાથે કરાવવા ઈચ્છે છે. ત્યારબાદ મણિકર્ણિકા બની જાય છે રાની લક્ષ્મીબાઈ. ટૂંક સમયમાં તે એક પુત્રને જન્મ આપે છે અને તેનું નામ રાખે છે દામોદર રાવ. દૂર્ભાગ્યથઈ બાળક જીવતુ નથી રહી શકતુ અને રાની લક્ષ્મીબાઈ સહિત સમગ્ર રાજ્ય શોકમાં ડૂબી જાય છે. ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની ‘ચૂકનો સિદ્ધાંત' લઈને આવે છે. વળી, રાજા અને રાની એક બાળકને દત્તક પણ લે છે અને તેનુ નામ પોતાના પુત્રના નામ પર જ રાખે છે. એક તરફ ગંગાધર રાવની બિમારી સામે ઝઝુમ્યા બાદ મોત થઈ જાય છે. વળી, બીજી તરફ રાની લક્ષ્મીબાઈ ઝાંસી સંભાળી લે છે. ‘લક્ષ્મી વિધવા થઈ છે, તેમની ઝાંસી હજુ સુહાગન છે.'

ડાયલોગ દમદાર નથી

ડાયલોગ દમદાર નથી

બાકીની ફિલ્મ બ્રિટિશ રાજ સામે રાની લક્ષ્મીબાઈની લડાઈની આજુબાજુ ફર્યા કરે છે. તે એ સંદેશ સ્પષ્ટ કરી દે છે કે ‘અમે લડીશુ... જેથી આવનારી પેઢીઓ પોતાની આઝાદીનો ઉત્સવ મનાવે.' મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી માટે ક્રિશ સાથે સાથે કંગનાને નિર્દેશકની ક્રેડિટ આપવામાં આવી છે. જો કે આ અભિનેત્રીને હજુ પોતાના આ ટેલેન્ટ પર ઘણુ કામ કરવાનું બાકી છે. વળી, કે વિજયેન્દ્ર પ્રસાદનું લેખન નિરાશ કરે છે. ફિલ્મ જરૂર કરતા વધુ રચનાત્મક સ્વતંત્રતાના કારણે ખરાબ થઈ ગઈ છે. ફિલ્મના ઘણા સીન તમને હસવા માટે મજબૂર કરી દેશે. એક સીનમાં ઝલકારી બાઈ (અંકિતા લોખંડે) વિચિત્ર પ્રકારનો ડાંસ કરતી જોવા મળે છે. વળી, અચાનક રાની પણ તેની સાથે ડાંસ કરવા લાગે છે. વળી, બીજા સીનમાં જનરલ હ્યુજ રોજ દેવી કાલી વિશે વિચારતા જોવા મળે છે. ફિલ્મના ડાયલોગ બિલકુલ દમદાર નથી.

કંગનાનો શાનદાર અભિનય

કંગનાનો શાનદાર અભિનય

પર્ફોર્મન્સની વાત કરીએ તો ફિલ્મના પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી કંગના જ કંગના જોવા મળે છે. ફિલ્મમાં જ્યારે જ્યારે બ્રિટિશ સામે ઝૂકવા પર રાનીના ગુસ્સાની વાત આવે ત્યારે કંગનાનો શાનદાર અભિનય જોવા મળે છે. ફિલ્મની શરૂઆતમાં કંગનાનો અભિનય થોડો નિરાશાજનક છે પરંતુ જ્યારે ઈમોશનલ સીન્સ આવે તો તો ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહે છે. ગંગાધર રાવની ભૂમિકામાં જિસુ સેનગુપ્તા ઠીકઠાક લાગે છે. બોલિવુડમાં ડેબ્યુ કરી રહેલ અંકિતા લોખંડે જીવ લગાવી દે છે પરંતુ તેનો નાનો રોલ ઓડિયન્સને નિરાશ કરી દે છે. વૈભવ તત્વાદી અને તાહેર સાબિરને કંઈ ખાસ પર્ફોર્મ કરવાનો મોકો ન મળ્યો. મિષ્ટી ચક્રવર્તીએ પણ ઠીકઠાક પર્ફોર્મ કર્યુ છે. વળી અતુલ કુલકર્ણી, મોહમ્મદ જીશાન આયુબ અને ડેની ડેનઝોપ્પા જેવા શાનદાર એક્ટર્સના ખરાબ રોલ જોઈને દુઃખ થાય છે.

ફિલ્મને સફળતા ટીમવર્કથી મળે

ફિલ્મને સફળતા ટીમવર્કથી મળે

કિરણ દેવહંસ અને ગનાના શેખર વીએસની સિનેમેટોગ્રાફી ઘણી શાનદાર છે. રામેશ્વર ભાગવત અને સુરાગ જગપતપની એડિટિંગ વધુ સારી થઈ શકતી હતી. મ્યુઝિકની વાત કરીએ તો વિજયી ભાવનાને છોડીને કોઈ પણ ગીત ઈમ્પ્રેસ કરી શક્યુ નથી. જ્યાં એક તરફ તલવારબાજીવાળા સીન છે ત્યાં બીજી તરફ જંગના સીન થોડા પકાઉ લાગે છે. એક તરફ કંગના એ સ્પષ્ટ કરે છે કે મણિકર્ણિકા તેના ફિલ્મ છે અને તે ફિલ્મની સ્ટાર છે. વળી બીજી તરફ તે એ ભૂલી જાય છે કે ફિલ્મની સફળતા ટીમવર્કથી થાય છે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.

આ પણ વાંચોઃ 21 લાખની લોનના કેસમાં ઘેરાઈ શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલોઆ પણ વાંચોઃ 21 લાખની લોનના કેસમાં ઘેરાઈ શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો

English summary
manikarnika the queen of jhansi movie review and rating kangana ranaut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X