બિહારની મનીષા રાનીના રહી ચૂક્યા છે 14-15 અફેર, 2 માટે હતી સીરિયસ, આ કારણે થયુ બ્રેકઅપ
Manisha Rani Love Affairs: બિહારની શાન મનીષા રાનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. પહેલા 'બિગ બૉસ' અને પછી 'ઝલક દિખલા જા-11' જીતીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનારી મનીષાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. મનીષા અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી નાની-મોટી વાતો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ મનીષા રાનીએ એક ક્લિપ શેર કરી હતી જેમાં તેની નાની જોવા મળી હતી. મનીષાએ નાની સાથે વાત કરી કે તેને કેવો છોકરો જોઈએ છે. નાનીએ પણ પૌત્રીને જલ્દી લગ્ન કરવાની સલાહ આપી. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો અને મનીષાના લગ્નના સમાચાર લોકપ્રિય થયા.

પરંતુ શું તમે જાણો છો કે મનીષા રાનીએ પ્રેમમાં ઘણુ દર્દ સહન કર્યું છે. એ પણ એક વાર નહિ પણ બે વાર. હા! આટલું જ નહીં, બબલી અને હંમેશા ખુશખુશાલ મનીષા રાનીએ માત્ર એક-બે નહીં પણ ઘણા છોકરાઓને ડેટ કર્યા છે. મનીષાએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં મનીષા રાનીએ જણાવ્યું હતું કે તેનો છેલ્લો સંબંધ વર્ષ 2020માં હતો. જ્યારે તેને બ્રેકઅપનું કારણ પૂછવામાં આવ્યું તો મનીષા રાનીએ એવો જવાબ આપ્યો જેના વિશે કોઈ વિચારી પણ ના શકે.
મનીષાએ જણાવ્યું કે તેનો બૉયફ્રેન્ડ તેના પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદતો હતો. તે કહેતો હતો કે આવા વીડિયો ના બનાવ. આવા કપડા ન પહેર. કમેન્ટ્સથી પણ તે પણ પરેશાન થતો હતો. આ પછી મનીષાએ કહ્યું કે તે બિહારનો છોકરો છે અને એક્ટર બનવા માટે મુંબઈ આવ્યો હતો. આ પછી તે બિઝનેસમેન બન્યો અને દુબઈ શિફ્ટ થઈ ગયો.
મનીષા કહે છે કે જ્યારે તે દુબઈ ગઈ ત્યારે જ સંબંધો બગડવા લાગ્યા. મનીષાએ કહ્યું કે મે જ તેને દુબઈ મોકલ્યો હતો. આ પછી મનીષાએ કહ્યું કે તે ખૂબ જ અમીર છે. તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. બધું સારું હતું પરંતુ હું જે ક્ષેત્રમાંથી છું ત્યાં મને સપોર્ટ કરનાર વ્યક્તિની જરૂર છે.
આ પછી સિદ્ધાર્થે મનીષાને પૂછ્યું કે તેના કેટલા રિલેશનશિપ હતા, તો મનીષાએ હસીને કહ્યું કે માત્ર 2 ગંભીર હતા, નૉર્મલવાળા તો 14-15. આ પછી મનીષા જોર જોરથી હસવા લાગી. ચાહકો આ ક્લિપ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકોની ફેવરિટ મનીષા રાનીના જીવનમાં બધાને રસ હોય છે. આવી સ્થિતિમાં તેના આ ખુલાસાએ ચાહકોને ચોંકાવી દીધા છે.












Click it and Unblock the Notifications
