For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠી ફિલ્મ નિર્માતાએ કર્યો અભિનેત્રી સાથે રેપ, ધરપકડ

|
Google Oneindia Gujarati News

Rape Symbol
મુંબઈ, 16 જાન્યુઆરી : કાસ્ટિંગ કાઉચે ફરી એક વાર ફિલ્મ જગતમાં માથુ ઉંચક્યું છે. આ વખતે સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે મરાઠી સિનેમાના જાણીતાં નિર્માતા રમેશ સિંહ સામે. તેમની વિરુદ્ધ એક નવોદિત અભિનેત્રીએ દુષ્કર્મનો આરોપ મુક્યો છે. અભિનેત્રીની ફરિયાદ બાદ રમેશ સિંહની પોલીસે ધરપકડ કરી લીધી છે.

અભિનેત્રીનો આરોપ છે કે નિર્માતા રમેશ સિંહે તેમને પોતાના ગેસ્ટ હાઉસે પોતાની ફિલ્મની વાર્તા સંભળાવવા માટે બોલાવ્યા હતાં, પરંતુ ત્યાં તેમણે તેમની ઉપર બળાત્કાર ગુજાર્યો. લાજ લુંટાયા બાદ અભિનેત્રીએ પોતાની આપવીતી મુંબઈ પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પોલીસે તરત હરકતમાં આવી રમેશ સિંહની બળાત્કારના આરોપમાં ધરપકડ કરી અને અભિનેત્રીને તબીબી તપાસ માટે મોકલી આપી છે.

અભિનેત્રીનું કહેવું છે કે તેઓ ફિલ્મ અંગે લાંબા સમયથી રમેશ સિંહના સમ્પર્કમાં હતાં. રમેશ સિંહે તેમને પોતાની ફિલ્મમાં લીડ રોલ આપવાનો વાયદો કર્યો હતો. અભિનેત્રી પુણે નિવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વખતથી કામના સિલસિલામાં મુંબઈમાં રહે છે. રમેશ સિંહ સાથે તેમની મુલાકાત એક મધ્યસ્થી દ્વારા થઈ હતી.

નોંધનીય છે કે ઘણાં વખતથી માયાનગરી મુંબઈ આ પ્રકારના આરોપો સહન કરતી રહી છે. ક્યાકે આવા આરોપ સાચા નિકળ્યાં, તો ક્યારેક તથ્યહીન પણ. પરંતુ આ બાબત સાબિત કરવા માટે ઘણી છે કે ગ્લૅમર તેમજ પૈસાની દુનિયાની પાછળ એક કાળા અંધકારનો સત્ય પણ છે કે જે ખૂબ ભયાનક છે.

English summary
Breaking News Coming from Bollywood, Marathi film producer Ramesh Singh held for raping new actress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X