Mardaani 3 X Review: રાની મુખર્જીની એક્શન-થ્રિલર 'મર્દાની 3' થઈ રિલીઝ, ફિલ્મ જોઈને લોકોએ શું કહ્યું?
Mardaani 3 X Review: બોલિવૂડની પાવરફુલ અભિનેત્રી રાની મુખર્જી (Rani Mukerji) ફરી એકવાર તેના આઇકોનિક પાત્ર શિવાની શિવાજી રોય સાથે મોટા પડદા પર પરત ફરી છે. અભિનેત્રીની બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ 'મર્દાની 3' આજે એટલે કે 30 જાન્યુઆરી 2026 (શુક્રવાર) ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મ 'મર્દાની 3' થઈ રિલીઝ
રિલીઝની સાથે જ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર દર્શકોની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 'મર્દાની' ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે, જેમાં રાની મુખર્જીની સાથે જાનકી બોડીવાલા, જીશુ સેનગુપ્તા અને મલ્લિકા પ્રસાદ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
Mardaani 3 X Review: દર્શકોએ શું કહ્યું?
ફિલ્મની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેના પ્રારંભિક રિવ્યુ સામે આવી ગયા હતા. એક્સ પર એક યુઝરે લખ્યું છે- 'મર્દાની 3'ની વાર્તા ગંભીર (Intense) અને આજના સમય સાથે જોડાયેલી છે. ગુનો અને ન્યાય વચ્ચેના સંતુલનને ખૂબ જ મજબૂતીથી દર્શાવવામાં આવ્યું છે. પ્લોટ ભલે સીધો હોય પરંતુ ભાવનાત્મક રીતે અત્યંત શક્તિશાળી છે.
રાની મુખર્જીના પર્ફોર્મન્સે જીત્યા દિલ
દર્શકોના મતે ફિલ્મ 'મર્દાની 3' શરૂઆતથી અંત સુધી ગંભીર માહોલ જાળવી રાખે છે અને દર્શકોને વાર્તા સાથે જોડી રાખે છે. રિવ્યુમાં સૌથી વધુ પ્રશંસા રાની મુખર્જીની થઈ રહી છે. ફેન્સનું કહેવું છે કે આખી ફિલ્મ તેના ખભા પર ટકેલી છે અને તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શિવાની શિવાજી રોયનું પાત્ર તેનાથી વધુ સારું બીજું કોઈ ભજવી શકે નહીં.
Just Watched #Mardaani3 REVIEW ⭐⭐⭐/5 RATING
— Ravi Chaudhary (@BURN4DESIRE1) January 29, 2026
The story is intense and very relevant. It sticks to the core theme of crime and justice and keeps the narrative serious throughout. The plot is simple but emotionally strong and holds your attention till the end.#RaniMukerji… pic.twitter.com/2u5cJrHTlI
રાની મુખર્જીની સ્ક્રીન પ્રેઝન્સ, ડાયલોગ ડિલિવરી અને એક્સપ્રેશન્સ પાત્રને વધુ વાસ્તવિક અને નીડર બનાવે છે. ક્લાઈમેક્સને દર્શકોએ દમદાર અને ભાવનાત્મક રીતે ભારે ગણાવ્યો છે.
👮♀️ #Mardaani3 Review: THE LIONESS ROARS. 🦁
— Trending Movie Hub (@theakashKaroli) January 29, 2026
Rani Mukerji is unstoppable. 🔥
Vijay Varma is the creepiest villain of the year. 🐍
The Plot: The Dark Web is a nightmare. 💻
Brutal. Relevant. Must Watch.
Rating: 4/5 ⭐
Read: 👇
[Link]#Mardaani3 #RaniMukerji #VijayVarma #Bollywood pic.twitter.com/hd30lBxUAy
વિલન બનીને છવાઈ મલ્લિકા પ્રસાદ
ફિલ્મમાં મલ્લિકા પ્રસાદે વિલન 'અમ્મા'નું પાત્ર ભજવ્યું છે. ટ્રેલરમાં જ તેનું રૌદ્ર સ્વરૂપ દર્શકોને ચોંકાવી ચુક્યું હતું. ફિલ્મમાં શિવાની અને અમ્મા વચ્ચેનો ફેસ-ઓફ અત્યંત રોમાંચક ગણાવાઈ રહ્યો છે, જે લોકોને સીટ પર જકડી રાખે છે.
શું છે ફિલ્મ 'મર્દાની 3'ની કહાની?
દિગ્દર્શક અભિરાજ મીનાવાલાની આ ફિલ્મની કહાની માત્ર ક્રાઈમ થ્રિલર નથી પરંતુ સમાજને હચમચાવી દેનારો સંદેશ પણ આપે છે. ફિલ્મ 'મર્દાની 3'ની વાર્તામાં શિવાની શિવાજી રોયને એક એવો કેસ મળે છે, જેમાં ત્રણ મહિનામાં 93 છોકરીઓ ગાયબ થઈ જાય છે.
તપાસ દરમિયાન બાળકોની તસ્કરી અને ભિખારી માફિયાઓની ભયાનક જાળ સામે આવે છે. જેમ જેમ તપાસ આગળ વધે છે, તેમ તેમ વાર્તાના પડરો ખુલતા જાય છે અને ફિલ્મ વધુ સસ્પેન્સથી ભરાઈ જાય છે.
શું ફિલ્મ 'મર્દાની 3' જોવી જોઈએ?
જો તમે સ્ટ્રોંગ ફીમેલ-લીડ ફિલ્મ, ઇન્ટેન્સ ક્રાઈમ થ્રિલર અને સામાજિક સંદેશની સાથે મનોરંજન પસંદ કરો છો, તો 'મર્દાની 3' તમારા માટે એક પરફેક્ટ થિયેટર અનુભવ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
