Pics : ફરહાને નથી અનુભવ્યાં શાદી કે સાઇડ સાઇડ ઇફેક્ટ્સ
મુંબઈ, 22 જાન્યુઆરી : ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ દ્વારા નામના અને વખાણ પ્રાપ્ત કરનાર ફરહાન અખ્તરની આગામી ફિલ્મનું નામ તો છે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, પણ અંગત જીવનમાં ફરહાને ક્યારેય શાદી કે સાઇડ ઇફેક્ટ્સ નથી અનુભવ્યાં.
વિદ્યા બાલન સાથેની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ બની ચુકી છે અને ફરહાન અખ્તર હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ એક પ્રમોશનલ ઇવેંટ્સમાં વીર દાસ સાથે રિક્શામાં પહોંચેલા ફરહાન અખ્તર મીડિયા સાથેની વાતચીતમાં કહે છે - હકીકતમાં જ્યાં સુધી તમે જીવનસાથીના ગુણોને ધ્યાનમાં રાખો છો, ત્યાં સુધી લગ્નના કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતું.
આવો તસવીરો સાથે જાણીએ ફરહાન અખ્તરે વધુમાં શું કહ્યું :

સાઇડ ઇફેક્ટ્સ ગંભીર મુદ્દો નથી
ફરહાન અખ્તરે જણાવ્યું - પ્રામાણિકતાપૂર્વક કહું, તો લગ્નના સાઇડ ઇફેક્ટ્સનો મુદ્દો કોઈ બહુ ગંભીર નથી. આ બાબત દરેક વ્યક્તિ તથા સંબંધ આગળ લઈ જવા માટેની તેની રીત ઉપર અવલમ્બે છે.

ગુણોને યાદ રાખો
ફરહાને લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવાની યુક્તિ સુચવતાં જણાવ્યું - જીવનસાથીના જે ગુણો જોઈ આપને તેની સાથે પ્રેમ થયો હોય, માત્ર તે ગુણો જ કાયમ યાદ રાખવાની જરૂર છે.

ચૌદ વર્ષનું લગ્નજીવન
ફરહાન અખ્તરે ચૌદ વર્ષ અગાઉ હૅર સ્ટાઇલિસ્ટ અધુના સાથે લગ્ન કર્યા હતાં. તેમને શાક્યા અને અકીરા નામના બે બાળકો પણ છે.

એક સુંદર ડ્રામા
સાકેત ચૌધરી દિગ્દર્શિત શાદી કે સાઇડ ઇફેક્ટ્સ 2006માં આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે. લીડ રોલમાં વિદ્યા અને ફરહાન છે. ઉપરાંત વીર દાસ, રામ કપૂર તથા ગૌમતી કપૂર પણ નજરે પડશે.

આવતા મહીને રિલીઝ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ આગામી 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર
વિદ્યાએ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - ફરહાન સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. મારે કહેવું છે કે હું તેમના કામને જાણુ છું. મેં તેમની ફિલ્મો જોઈ છે, પણ હું ખુશ છું કે મેં તેમની ભાગ મિલ્ખા ભાગ ત્યારે જોઈ કે જ્યારે અમારી ફિલ્મનું શૂટિંગ પરૂ થઈ ગયું.

વિદ્યા બહુ સારા અભિનેત્રી
ફરહાને પણ વિદ્યાના વખાણ કરતાં જણાવ્યું - ઈમાનદારીપૂર્વક કહું તો એક અભિનેતા કે દિગ્દર્શક તરીકે આપ તેવા કલાકારો સાથે કામ કરવા માંગો છે કે જેમને પોતાનું કામ કરવું બહેતર રીતે આવડતું હોય, જેમની અંદર કામ કરવાની ભૂખ હોય, જે આપને સાંભળવા અને આપની સાથે કંઈક શીખવા માંગતા હોય, કારણ કે સૌ કોઈ કામ કરવા દરમિયાન શીખે જ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
