Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નમણી નારમાંથી લડાયક બની પ્રિયંકા : જુઓ મૅરી કોમનો First Look

મુંબઈ, 15 જુલાઈ : ઘણા સમયથી પ્રિયંકા ચોપરાની બાયોપિક મૅરી કોમ ચર્ચામાં છે. લોકો ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે, કારણ કે આ એવી પહેલી ફિલ્મ છે કે જે કોઇક મહિલા એથેલીટ પર આધારિત છે. મૅરી કોમ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મૅરી કોમનુ પાત્ર ભજવ્યું છે અને આ પાત્ર માટે પ્રિયંકાએ પોતાના લુક્સથી માંડી પોતાની વિચારસરણી, વ્યવહાર, દરેક એંગલ ઉપર પુરતુ ધ્યાન આપ્યું છે. પ્રિયંકા તો અહીં સુધી કહે છે કે મૅરી કોમ તેમના કૅરિયરની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે.

મૅરી કોમ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મના બે પોસ્ટર્સ રિલીઝ કરાયા છે કે જેમાં પ્રિયંકા ચોપરાની બૉડી તથા તેમના ચહેરાના એક્સપ્રેશન એટલા લાજવાબ છે કે લોકો જોઈને આશ્ચર્યચકિત છે. પ્રિયંકાના ફૅન્સ તો પોસ્ટર જોઈ બહુ ઉત્સાહિત છે. સૌને સમ્પૂર્ણ વિશ્વાસ છે કે મૅરી કોમના પાત્રમાં પ્રિયંકાએ પોતાનું બેસ્ટ પરફૉર્મન્સ આપ્યું હશે. મૅરી કોમ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કે પ્રિયંકાના પિતાના આકસ્મિક નિધનના કેટલાક દિવસ બાદ જ પ્રિયંકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ હતું. આટલા તાણમાં હોવા છતાં પ્રિયંકાએ વિપરીત પરિસ્થિતિઓમાં ફિલ્મ કરી.

ચાલો તસવીરોમાં જોઇએ મૅરી કોમ ફિલ્મના પોસ્ટર્સ :

નમણી નાર બની લડાયક

નમણી નાર બની લડાયક

પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધીના બૉલીવુડ કૅરિયરમાં મોટાભાગે સિમ્બૉલિક હીરોઇન કે પછી હૉટ હીરોઇન તરીકેના જ રોલ કર્યા છે. પહેલી વાર પ્રિયંકા નાજુક-નમણી નારમાંથી લડાયક બન્યા છે ફિલ્મ મૅરી કોમમાં.

ફર્સ્ટ લુક રિલીઝ

ફર્સ્ટ લુક રિલીઝ

પ્રિયંકા ચોપરાની ફિલ્મ મૅરી કોમનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મના બે પોસ્ટર રિલીઝ થયા છે.

મૅરી કોમ બન્યા પ્રિયંકા

મૅરી કોમ બન્યા પ્રિયંકા

બંને પોસ્ટર્સમાં પ્રિયંકા ચોપરાની બૉડી તથા તેમના ચહેરાના એક્સપ્રેશન એટલા લાજવાબ છે કે લોકો જોઈને આશ્ચર્યચકિત છે. પ્રિયંકા આ પોસ્ટર્સમાં હુબહુ મૅરી કોમ બન્યાં છે.

એસએલબી-ઓમંગ

એસએલબી-ઓમંગ

મૅરી કોમના નિર્માતા સંજય લીલા ભાનુશાળી અને દિગ્દર્શક ઓમંગ કુમાર છે.

બે વર્ષનું શૂટિંગ

બે વર્ષનું શૂટિંગ

મૅરી કોમ ફિલ્મનું શૂટિં બે વર્ષથી ચાલી રહ્યુ હતું.

શાહરુખને બતાવાઈ મૅરી કોમ

શાહરુખને બતાવાઈ મૅરી કોમ

મૅરી કોમ ફિલ્મ સૌપ્રથમ શાહરુખ ખાનને બતાવાઈ કે જેઓ પ્રિયંકાના કામકાજથી બહુ જ ઇમ્પ્રેસ થયાં.

સપ્ટેમ્બરમાં રિલીઝ

સપ્ટેમ્બરમાં રિલીઝ

મૅરી કોમ ફિલ્મ 5મી સપ્ટેમ્બર, 2014ના રોજ રિલીઝ થશે.

મુશ્કેલ શૂટિંગ

મુશ્કેલ શૂટિંગ

મહીનાઓની મહેનત અને જીવનમાં અનેક ઉથલપાથલ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે મૅરી કૉમ ફિલ્મનું શૂટિંગ સરળ નહીં, પણ મુશ્કેલથી મુશ્કેલ રહ્યું.

મૅરી કોમથી તાલીમ લીધી

મૅરી કોમથી તાલીમ લીધી

છેલ્લે ગુન્ડે ફિલ્મમાં દેખાયેલા પ્રિયંકા ચોપરાએ સંજય લીલા ભાનુશાળી નિર્મિત મૅરી કોમ ફિલ્મમાં પોતાના પાત્રને સમજવા માટે મૅરી કોમ સાથે ઘણો એવો સમય પણ પસાર કર્યો.

મૅરી કોમના પ્રશંસક બિગ બી

મૅરી કોમના પ્રશંસક બિગ બી

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ જણાવ્યું હતુ કે ઓલિંપિક રમતોના ચંદ્રક વિજેતા મુક્કાબાજ એમ સી મૅરી કોમે મહિલાઓ વિરુદ્ધ ચાલતી રુઢિવાદી પરમ્પરાઓ તોડવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X