Pics : પુખ્તો જ જોઈ શકશે મટરૂની ગુલાબી ભેંસ !
મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડ દિગ્દર્શકો આજકાલ પોતાની ફિલ્મો ઉપર સેંસર બોર્ડની કાતર ચાલવાથી ખૂબ દુખી છે અને નારાજ પણ. ઘણા દિગ્દર્શકો એટલા માટે દુઃખી છે કે સેંસર બોર્ડે તેમના મુખ્ય દૃશ્યો ઉપર કાતર ફેરવી નાંખી, તો કોઈ એટલા માટે નારાજ છે કે સેંસર બોર્ડે તેમની ફિલ્મને એ સર્ટિફિકેટ આપી તેના ટેલીવિઝન પ્રમોશન ઉપર કાતર ફેરવી નાંખી. તાજેતરમાં સેંસર બોર્ડની કાતરના ભોગ બન્યાં છે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ. તેમની આવનાર ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલાને સેંસર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે અને તેથી વિશાલ હવે રિવાઇઝિંગ બોર્ડમાં જઈ આ અંગે ફરી વાત કરવા માંગે છે. વિશાલની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં અનુષ્કા શર્મા, ઇમરાન ખાન અને પંકજ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે, પરંતુ ફિલ્મની પબ્લિસિટીમાં સૌથી વધુ જે પાત્રની વાત થઈ રહી છે, તે છે ગુલાબી ભેંસ.
હકીકતમાં આ ફિલ્મમાં એક ગુલાબી ભેંસ છે કે જે માત્ર પંકજ કપૂરને જ દેખાય છે. મંડોલનું પાત્ર ભજવતાં પંકજ કપૂર ગુલાબી ભેંસ સાથે વાતો કરે છે, પરંતુ બીજા કોઈને તે દેખાતી નછી. મટરૂના રોલમાં છે ઇમરાન ખાન તથા બિજલીના પાત્રમાં છે અનુષ્કા શર્મા. ઇમરાન ખાને તાજેતરમાં જ ફિલ્મ અંગે જણાવ્યુ હતું કે તેઓ અગાઉ આ રોલ નહોતા કરવા માંગતાં, પરંતુ વિશાલે તેમને મનાવી લીધાં અને જ્યારે આજે તેઓ આ રોલ જુએ છે, તો તેમને લાગે છે કે તેમણે આ ફિલ્મ સ્વીકારી બિલ્કુલ યોગ્ય કર્યું. ઇમરાન અને અનુષ્કાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન ખૂબ વખાણ કર્યાં.
ફિલ્મમાં ગુલાબી ભેંસ ઉમેરી વિશાલે એક કૉમિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સેંસર બોર્ડ દ્વારા એ સર્ટિફિકેટ અપાતા તેઓ ખૂબ નારાજ છે. હવે જોઇએ રિવાઇઝિંગ બોર્ડ તેમની આ ફેંસને માત્ર પુખ્તો માટે જ રલીઝ કરે છે કે પછી બાળકો માટે પણ.
મટરૂ, બિજલી અને મંડોલા વિશે તો આપે ખૂબ જોયું-સાંભળી લીધું હશે. આવો આપની મુલાકાત કરાવીએ મંડોલાની ગુલાબી ભેંસ સાથે.

મંડોલાની ગુલાબી ભેંસ
વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા 11મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેંસર બોર્ડે તેને એ સર્ટિફિકેટ આપ્યું છે.

મંડોલાની ગુલાબી ભેંસ
આ ફિલ્મમાં ઇમરાન ખાન, અનુષ્કા શર્મા તથા પંકજ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમની સાથે ગુલાબી ભેંસ પણ મુખ્ય ભૂમિકામાં છે.

મંડોલાની ગુલાબી ભેંસ
આ ભેંસની ખાસિયત એ છે કે તે માત્ર મંડોલા એટલે કે પંકજ કપૂરને જ દેખાય છે અને તેની સાથે જ વાત કરે છે.

મંડોલાની ગુલાબી ભેંસ
જ્યારે આ ભેંસ અંગે ખૂબ ચર્ચાઓ થવા લાગી, તો વિશાલે જણાવ્યું કે આ ફિલ્મમાં માત્ર ગુલાબી ભેંસ જ નથી. તે ઉપરાંત પણ ફિલ્મ ખૂબ ગુલાબી છે.

મંડોલાની ગુલાબી ભેંસ
ઇમરાન ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે બિજલી એટલે કે અનુષ્કા શર્મા ખૂબ હૉટ છે. તેઓ રીયલ લાઇફમાં ઘણાં ગંભીર પ્રકારના છોકરી છે.

મંડોલાની ગુલાબી ભેંસ
ઇમરાને એમ પણ જણાવ્યું કે શરુઆતમાં તેમણે આ પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિશાલે કહેતાં તેઓ તૈયાર થયાં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
