મટરૂ કી બિજલી કો દેખો મગર પ્યાર સે...

મુંબઈ, 27 ડિસેમ્બર : આવતા વર્ષ એટલે કે 2013ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સમાવિષ્ટ વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં પ્રથમ વાર અનુષ્કા શર્મા અને ઇમરાન ખાન સાથે નજરે પડનાર છે અને સાથે જ અનેક વર્ષો બાદ પંકજ કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય રોલમાં દેખા દેવાના છે. અનુષ્કા શર્મા ગામડાની ગોરીની જેમ મટકતાં દેખાશે, તો ઇમરાન ખાન ગામના છોકરાની જેમ મસ્તી કરતાં દેખાશે. પંકજ કપૂર કાયમની જેમ ગંભીર છતાં હળવું પાત્ર ભજવતાં દેખાશે.

Anushka Shamrma

જેટલું અલગ અને ડિફરંટ ફિલ્મનું નામ છે. એટલી જ અલગ અને બિંદાસ્ત આ ફિલ્મ હશે. ફિલ્મમાં ઇમરાન ખાનના પાત્રનું નામ મટરૂ, અનુષ્કાનું નામ બિજલી અને પંકજ કપૂરનું નામ મંડોલા છે. હૅરી મંડોલા બિજલીનો પિતા અને એક કરોડપતિ બિઝનેસ મૅન છે. ઇમરાન એક એલએલબી વિદ્યાર્થી છે. ફિલ્મમાં આ ત્રણ મુખ્ય પાત્રો ઉપરાંત એક ગાય પણ છે કે જેનું નામ ગુલાબો છે. તે માત્ર મંડોલાને જ દેખાય છે. બાકી કોઈને નહીં. મંડોલા ગુલાબો સાથે પોતાની દરેક મુશ્કેલી અને વાત શૅર કરે છે.

ફિલ્મમાં અનુષ્કા અને ઇમરાન વચ્ચે અનેક કિસિંગ સીન્સ છે. કહે છે કે ફિલ્મમાં અનુષ્કાએ અત્યાર સુધીનો સૌથી વધુ હૉટ રોલ કર્યો છે. અનુષ્કાએ ફિલ્મી કૅરિયરની શરુઆત શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા કરી હતી. બૅન્ડ બાજા અને બારાત ફિલ્મ પણ તેમની ચર્ચિત રહેલી ફિલ્મોમાં શામેલ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X